વલસાડ: સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાંથી ગુજરાતમાં દારૂ લઇ આવવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે. દર વખતે પોલીસની નજર ચૂકવીને દારૂ ગુજરાતમાં આવતો હોય છે. પરંતુ તેમ છતાં પણ આવી બાતમી પોલીસને કોઈકને કોઈક સ્થળેથી મળી જતા પોલીસ દ્વારા વાહનો પકડી લેવામાં આવે છે. લોકડાઉન હળવું થતાંની સાથે જ દમણથી ભાવનગર સુધી દારૂ લઇ જવાઈ રહ્યો છે તેવી બાતમી મળતાં એલસીબી દ્વારા એક કન્ટેનર પકડાતાં સમગ્ર હકીકત સામે આવી હતી. જેને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કન્ટેનરમાં ડ્રાઇવરે કેબિનની પાછળના ભાગમાં એક મોટું ખાનું બનાવી 339 બોક્ષ દારૂ ભરી લઇ જતા પોલીસે કન્ટેનર સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.
જેમાં પોલીસને આ કન્ટેનરમાંથી દારૂની 239 બોક્સ જેની કિંમત રૂ 10 લાખ 32 હજારનો દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે આ કન્ટેનર સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જેમાં દિલીપ સિંહ રાજપુત, રાકેશ સિંહ રાજપુત, કુલદીપસિંહ રાજપૂત આ ત્રણેની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે કન્ટેનર મળી કુલ રૂપિયા 25 લાખ 95 હજારનો મુદ્દામાલ એલસીબીએ કબજે કરી પારડી પોલીસને હવાલે કર્યો છે. જોકે, આ દારૂ સેલવાસથી ભાવનગર સુધી લઇ જવાનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
નોંધનીય છે કે કોરોના લોકડાઉન દરમિયાન પણ સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાંથી દારૂની ખેપ મારવા માટે ખેપિયા સક્રિય હતા. તો હાલમાં લોકડાઉન થયા બાદ પણ દારૂની ખેપ કરનારાઓ વધુ સક્રિય બની ગયા છે.