વલસાડ: જિલ્લામાં શુક્રવારે વધુ 10 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં.તો 06 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.જિલ્લામાં અત્યાર સુધીની કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 950 થઈ છે. જેમાંથી હાલ 84 દર્દીઓ સારવાર હેઠળ છે. 762 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે 104 દર્દીઓના અત્યાર સુધીમાં મૃત્યુ નિપજ્યા છે.
દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1072 પર પહોંચી છે. જેમાંથી હાલ 186 દર્દીઓ સારવાર હેઠળ છે. તો, 886 દર્દીઓ સ્વસ્થ થતા સારવારમાંથી મુક્તિ મેળવી ચુક્યા છે.
દમણમાં શુક્રવારે વધુ 06 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે 16 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. દમણમાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 988 પર પહોંચી છે. જેમાંથી 83 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 905 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.