વલસાડ: જિલ્લામાં નોંધાયેલા નવા 18 કેસમાંથી વલસાડમાં 9, વાપી અને પારડીમાં 3-3, ધરમપુર, ઉમરગામ અને કપરાડામાં એક-એક કોરોના કેસ નોંધાયા હતા. વલસાડ જિલ્લામાં કુલ કોરોના કેસનો આંકડો 520 થઇ ગયો છે. જેમાંથી હાલ 174 દર્દીઓ એક્ટિવ છે. જયારે, 299 દર્દીઓ રિકવર થતા તેમને રજા અપાઈ છે. તો, શુક્રવારના રોજ વલસાડ કોવિડ હોસ્પિટલમાં સેગવી વડ ફળિયામાં રહેતા 42 વર્ષીય વ્યક્તિ અને વલસાડ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા 57 વર્ષીય દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જો કે તેમના મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ નક્કી કરવામાં આવશે.
વલસાડમાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 520 થઇ - Valsad civil hospital
વલસાડ જિલ્લામાં શુક્રવારના રોજ 18 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. 12 દર્દીઓ રિકવર થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે જ ફરીવાર વલસાડની સિવિલ હોસ્પિટલમાં વધુ બે દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાં હતા.
વલસાડ: જિલ્લામાં નોંધાયેલા નવા 18 કેસમાંથી વલસાડમાં 9, વાપી અને પારડીમાં 3-3, ધરમપુર, ઉમરગામ અને કપરાડામાં એક-એક કોરોના કેસ નોંધાયા હતા. વલસાડ જિલ્લામાં કુલ કોરોના કેસનો આંકડો 520 થઇ ગયો છે. જેમાંથી હાલ 174 દર્દીઓ એક્ટિવ છે. જયારે, 299 દર્દીઓ રિકવર થતા તેમને રજા અપાઈ છે. તો, શુક્રવારના રોજ વલસાડ કોવિડ હોસ્પિટલમાં સેગવી વડ ફળિયામાં રહેતા 42 વર્ષીય વ્યક્તિ અને વલસાડ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા 57 વર્ષીય દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જો કે તેમના મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ નક્કી કરવામાં આવશે.
TAGGED:
વલસાડ કોવિડ હોસ્પિટલ