વલસાડ: સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોક ડાઉન ચાલી રહ્યું છે કોરોના જેવી બીમારી સામે લડવા માટે સરકાર મેડિકલ વ્યવસ્થા તેમજ જીવનજરૂયાત વસ્તુઓની વ્યવસ્થા કરી રહી છે. ત્યારે આવા સમયમાં દરેક ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓ તેમજ તમામ ધાર્મિક સંસ્થાઓને વડાપ્રધાનને અપીલ કરી છે કે કોરોના જેવી બીમારી સામે લડવા માટે દેરેકે તેમનાથી બનતી મદદ કરવી જેને લઇને તમામ સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવી રહ્યા છે તો સાંસદ અને ધારાસભ્યો પણ તેમના પગારો આ કામગીરીમાં દાન સ્વરૂપે આપી રહ્યા છે ત્યારે વલસાડ અને ડાંગ જિલ્લાના સાંસદ ડોક્ટર કે.સી પટેલ દ્વારા એમ પી લાડ ફંડ માંથી એક કરોડ રૂપિયા અનેે એક મહિનાનો પગાર રાહત ફંડમાં આપવામાં આવ્યો છે
ડોક્ટર કે.સી પટેલે જણાવ્યું કે આવા સમયે લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે અને આ મોકો ક્યારે પણ છોડી શકાય તેમ નથી. હું એમબીબીએસ ડોકટર હોવાથી દર્દીઓની વેદના પોતે પણ સમજી શકુ છુ.
નોંધનીય છે કે કોરોના જેવી બીમારીથી લડવા માટે હાલ સરકાર તમામ મેડિકલ સુવિધાઓ ઉભી કરવા માટે તત્પર બની છે અને આ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે સરકારને આર્થિક સહાયની જરૂર છે. તેથી તમામ લોકો આર્થિક સહાય કરવા માટે આગળ આવી રહ્યા છે જેમાં વલસાડ અને ડાંગ જિલ્લાના સાંસદ કે.સી પટેલ પણ પોતાનો સહયોગ આપ્યો છે.