- રાજયપ્રધાન રમણ પાટકરે કોરોનાને આપી માત
- તેમના પત્ની અને પુત્ર હજુ સારવાર હેઠળ
- 7 દિવસ સુધી ગાંધીનગર નિવાસસ્થાને સેલ્ફ આઇસોલેશનમાં
વલસાડ : ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં ઘણા બધા રાજકીય નેતાઓ પણ કોરોનાની અડફેટે ચઢી ચૂક્યા છે. જેમાં રાજ્યપ્રધાન રમણ પાટકર કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. રમણ પાટકરની તબિયત સ્વસ્થ છે. જોકે, 7 દિવસ સુધી ગાંધીનગર નિવાસસ્થાને સેલ્ફ આઇસોલેશનમાં રહેશે.
રમણ પાટકર કોરોના મુક્ત થતાં વલસાડ જિલ્લામાં તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. રમણ પાટકર સહિત તેમના પત્ની અને પુત્રનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેઓ વાપીની કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે.
નોધનીય છે કે, હાલમાં જ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા અને વાવના ધારાસભ્ય ગેનીબેને પણ કોરોના સામે જંગ જીત્યો હતો. જ્યારે વાપીમાં કોરોના સામેના જંગમાં વાપીના ડેપ્યુટી મામલતદાર અને પારડી નગર પાલિકાના કર્મચારીનું દુઃખદ નિધન થતાં સરકારી ઓફિસોમાં શોક સાથે ભયની લાગણી પ્રસરી છે.