વલસાડ : વર્તમાન સમયના જંક ફૂડના જમાનામાં લોકો બર્ગર પિત્ઝા કે વડાપાઉં જેવા ફૂડ આરોગીને શરીરને મળતા પોષક તત્વો ખોઈ રહ્યા છે અને લાંબા ગાળે અનેક બીમારીનો ભોગ બની રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2023 ને મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેથી મિલેટ્સ (અનાજ) જેવા કે જુવાર,બાજરી, રાગી, કોદરી,સામો, કાંગ જેવા અનાજ લોકોના આરોગ્ય માટે ખૂબ આરોગ્યવર્ધક છે જેનો લોકો ઉપયોગ કરતા થાય એ જરૂરી હેતુ છે ત્યારે સ્કૂલના બાળકો સમગ્ર બાબત ને ખૂબ સારી રીતે સમજે અને સમાજના લોકોને પણ પોષક તત્વોની ઉમદા સમજ આપે એ માટે બાળ વિજ્ઞાન પ્રદર્શન કપરાડા ખાતે કપરાડા તાલુકાના ઊંડાણના ગામ ચાવશાળાની સ્કૂલના બાળકોએ સ્કૂલના શિક્ષકના માર્ગદર્શનમાં એક ઉમદા કૃતિ રજૂ કરી મિલેટ્સ અંગેની માહિતી આપવાનું બીડું ઝડપ્યું છે.
મિલેટધી સુપર ફૂડ કૃતિ રજુ કરાઈ : કપરાડા ચાવશાળા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જયેશ મોતીરામ ચૌધરી અને રેણુકા સાવરાએ શિક્ષિકા હિરલબેન પટેલના માર્ગદર્શનમાં મિલેટ્સને લગતી કૃતિ "મિલેટ્સ ધી સુપર ફૂડ" રજૂ કરી સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં રોજિંદા ઉપયોગમાં લેતા ધાન્ય ચોખા અને ઘઉને બાદ કરતાં અન્ય ધાન્ય જે વર્ષો પહેલા આપણા બાપદાદાઓ ભોજનમાં ઉપયોગ કરતા હતા તેનો સાચો હેતુ આજે મિલેટ્સ મહોત્સવ વર્ષની ઉજવણી થતા સમજાયો છે.
મીલેટસ ત્રણ પ્રકારના હોય છે : મિલેટ્સ ત્રણ પ્રકારના હોય છે જેમાં નેગેટિવ મિલેટ્સ ,ન્યુટ્રલ મિલેટ્સ અને પોઝિટિવ મિલેટ્સ જેમાં નેગેટિવ મિલેટ્સમાં ઘઉં અને ચોખાનો સમાવેશ થાય છે.. જેના વધુ પડતા ઉપયોગથી શરીરમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધતા હૃદય રોગ ચરબી બ્લડ પ્રેશર જેવી જીવલેણ બીમારી ઘર કરે છે એમાં પણ ઘઉંના મેદામાંથી બનતા પાઉં બ્રેડ પિત્ઝા લાંબા ગાળે શરીરને ભારે નુકશાન કરતા હોવાનું બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિમાં રજૂ કરાયું છે.
સામાન્ય રીતે ઘઉંમાંથી બનતા મેંદાની આઈટમ જેવા કે પાઉં બ્રેડ પિત્ઝા જેવી આઈટમ હાલ યુવાધન માટે ખૂબ ઘેલું લગાડ્યું છે. ત્યારે લાંબાગાળે આ ચીજો વધુ પડતો કાર્બોહાઈડ્રેટ હોવાને લઇ શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે. કોલેસ્ટ્રોલ વધારી શકે છે. ચોખાથી બનેલી બનાવટો પણ સમય જતા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. વધુ પડતા ઉપયોગથી હૃદય રોગને લગતી બીમારી થઇ શકે છે. ત્યારે પોઝિટિવ મિલેટ એટલે કે કોદરી, કાંગ, સામો જેવા ધાન્યનો ઉપયોગ કરવાથી લાંબા ગાળે પણ કોઈ બીમારી આવતી નથી અને શરીરને જોઇતા તમામ પોષક તત્વો એમાંથી મળી રહે છે...હિરલબેન પટેલ (શિક્ષિકા)
નેગેટિવ મિલેટ ખાવાથી શરીર રોગગ્રસ્ત થઇ શકે છે : ન્યુટ્રલ મિલેટ્સ તરીકે બાજરી જુવાર અને રાગીનો સમાવેશ થાય છે જે ન્યુટ્રલ મિલેટ્સ છે જેમાં તમામ પોષક તત્વો સામેલ છે. જે નુકશાન પણ નથી કરતા અને શરીરને પોષણ પણ ઉમદા પૂરું પાડે છે. જ્યારે પોઝિટિવ મિલેટ્સ વર્ષો પહેલા જે લોકો ઉપયોગમાં લેતા હતા તે કોદરી,કાંગ અને સામો નો સમાવેશ થાય છે. આજે આ તમામ ન્યુટ્રલ મિલેટ્સ અને પોઝિટિવ મિલેટ્સમાંથી બનેલી અનેક વાનગીઓ પણ કૃતિ સાથે રજૂ કરવામાં આવી હતી. જેમાં બાજરીના ચમચમીયા ,મકાઈનો હાંડવો, કોદરીની ખીર ,કાંગની બાસુંદી જેવી અવનવી વાનગી પણ રજૂ કરાઇ હતી.
2023 મિલેટ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2023 ને મિલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે 72 દેશોએ તેનું મહત્વ સમર્થન કર્યું હતું આજે સમગ્ર વિશ્વ 2023 ને મિલેટ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે નાનકડા કપરાડા તાલુકાના ચાવશાળા સ્કૂલના બાળકોએ મિલેટ્સનું મહત્વ સમજાવતી કૃતિ રજૂ કરીને સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નોંધનીય છે કે શાળાના શિક્ષિકા હિરલબેન પટેલ જિલ્લાના બેસ્ટ શિક્ષકનો એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે તેમના માર્ગદર્શનમાં બાળકોએ આ કૃતિ રજૂ કરી છે.
પોઝિટિવ મિલેટની વાનગીઓ રજુ કરાઈ બાળકો અને શિક્ષકો દ્વારા પોઝિટિવ મિલેટમાં આવતા કોદરી રાગી કાંગ સામો જેવા ધાન્યમાંથી બનાવેલા થેપલા હાંડવો મુઠીયા ઢોકળા ખીર જેવી અવનવી વાનગી પણ રજૂ કરવામાં આવી હતી. જે પણ બાળકો અને શિક્ષકો કૃતિને વિગતવાર માહિતી લેવા આવતા હતાં તેઓ તમામને બનેલી વાનગી પણ ટેસ્ટ કરવા માટે આપવામાં આવી રહી હતી.
ચોખા અને ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ વધુ હોય છે :