ETV Bharat / state

સુજલામ સુફલામ યોજના અંતર્ગત ધરમપુર તાલુકા પંચાયત ખાતે બેઠક મળી - Sujalam Sufalam Yojana

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સુજલામ-સુફલામ જળ અભિયાન-2021 ચાલી રહ્યું છે. જેના અંતર્ગત જળ સંચયના કામોની સમીક્ષા બેઠક વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના અધ્‍યક્ષસ્‍થાને તાલુકા પંચાયત કચેરી ધરમપુર ખાતે મળી હતી.

ધરમપુર તાલુકા પંચાયત ખાતે બેઠક મળી
ધરમપુર તાલુકા પંચાયત ખાતે બેઠક મળી
author img

By

Published : Apr 11, 2021, 8:06 AM IST

  • જળસંચયના કામોની પૂરતી કાળજી રાખી કાર્ય કરાવવા જણાવ્‍યું
  • સુજલામ સુફલામ યોજનાની ફળશ્રુતિરૂપે ખેડૂતોએ મબલખ પાક મેળવ્‍યો
  • ચાર તળાવો ઊંડા કરવા સહિત નદીની સાફ સફાઇનું આયોજન

વલસાડ : આદિજાતિ વિકાસ રાજ્‍ય પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકારે જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્‍યોને પોતાના વિસ્‍તારોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલા જળસંચયના કામોની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી છે. જે ધ્‍યાને રાખી જળસંચયના કામોની પૂરતી કાળજી રાખી કાર્ય કરાવવા જણાવ્‍યું હતું. સુજલામ સુફલામ યોજનાની ફળશ્રુતિરૂપે ખેડૂતોએ મબલખ પાક મેળવ્‍યો છે.

રાજ્ય પ્રધાને દેશની સલામતીના પગલાં રૂપે દરેક પરિવારને કોરોના વેક્સિન લેવા જણાવ્‍યું

રાજ્ય પ્રધાન કોરોના મહામારીમાં ગામના દરેક પરિવારને અને દેશની સલામતી તેમજ સાવચેતીના પગલાં રૂપે કોરોના વેક્સિન લેવા જણાવ્‍યું હતું. દરેક ગામોમાં કોરોના ચકાસણી અંગેના ટેસ્‍ટિંગનો કાર્યક્રમ રાખી પોઝિટિવ જણાય તેવા વ્‍યક્‍તિઓને હોમ કોરેન્‍ટાઇન કરી કોરોના વાઇરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા સૌના સહયોગની અપેક્ષા રમણલાલ પાટકરે વ્‍યક્‍ત કરી હતી.

આ પણ વાંચો : સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ

ખેતતલાવડી વગેરે સહિતના કામો હાથ ધરવાનું આયોજન કરાયું

સુજલામ-સુફલામ જળ અભિયાનના નોડલ અધિકારી અને દમણગંગા નહેર વિશાખા વિભાગ-3ના કાર્યપાલક ઈજનેર એસ. ડી. પટેલે ધરમપુર તાલુકામાં જળ સંચયના થનારા કામોની વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, 93 ચેકડેમ રીપેર-ડીસીલ્‍ટિંગ, પાંચ નવા તળાવ, ચાર તળાવો ઊંડા કરવા સહિત નદીની સાફ સફાઇ, ખેતતલાવડી વગેરે સહિતના કામો હાથ ધરવાનું આયોજન કરાયું છે.

સુજલામ સુફલામ યોજનાને સમગ્ર રાજ્‍યમાં સારી સફળતા મળી

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદ પટેલે જણાવ્‍યું હતું કે, સુજલામ સુફલામ યોજનાને સમગ્ર રાજ્‍યમાં ખૂબ જ સારી સફળતા મળી છે અને આશીર્વાદરૂપ બની છે. ચેકડેમ રીપેર, નદી સફાઇ વગેરે કામગીરી તાત્‍કાલિક પૂર્ણ કરી ચોમાસામાં પાણીનો સંગ્રહ થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવા જણાવ્‍યું હતું.

આ પણ વાંચો : અરવલ્લીમાં જળઅભિયાન હાથ ધરાયું, પાણીની સંગ્રહ શક્તિમાં થશે વધારો

નલ સે જલ યોજના હેઠળ 2022 સુધી ઘરે-ઘરે નળથી પાણી મળે તે માટેનું આયોજન

ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્‍તારોમાં પીવાના પાણીની કોઇ સમસ્‍યા ન રહે તે બાબતે પૂરતી કાળજી રાખવા જણાવ્‍યું હતું. જે ગામોમાં પીવાના પાણીની તકલીફ પડતી હોય તેવા ગામોની યાદી તૈયાર કરી પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન સાધી સમયસર પાણી પહોંચે તે પ્રકારનું સુચારુ આયોજન કરવા પણ જણાવ્‍યું હતું. નલ સે જલ યોજના હેઠળ 2022 સુધીમાં ઘરે-ઘરે નળથી પાણી મળે તે માટેનું આયોજન કરાયું છે. જે કામગીરી પૂર્ણ દરેક ગામોમાં પીવાના પાણીની સમસ્‍યાનું નિવારણ આવશે.

કાર્યક્રમમાં જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સભ્‍યો હાજર હતા

કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ રમીલા ગાંવિત, તાલુકા વિકાસ અધિકારી, અગ્રણી ગણેશ બિરારી, હેમંત કંસારા, રામદાસ વરઠા, જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સભ્‍યો હાજર રહયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.