ETV Bharat / state

વલસાડ ST ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા આકસ્મિક માસ્ક ચેકિંગ હાથ ધરાયું

author img

By

Published : Dec 6, 2020, 9:01 PM IST

હાલ કોરોનાએ સમગ્ર વિશ્વને ચપેટમાં લીધું છે જેમા ભારત અને ગુજરાત પણ બાકાત નથી. ત્યારે કોરોનાની મહામારીથી બચવા સરકાર દ્વારા અનેક સાવચેતીના સુચનો જાહેર પણ કરાયા છે. ત્યારે વલસાડ ST ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરાયુ હતું.

ST
ST
  • માસ્ક વગર ડેપો પર દેખાતા કે બસમાં સફર કરતા લોકોને તાકીદ કરવામાં આવી
  • લોકોને માસ્ક ફરજીયાત પણે પહેરવું અને સાવચેતી રાખવા પણ જણાવાયું છે
  • માસ્ક નહિ પહેરનારને બસની સફર કરવા નહીં દેવાય
    વલસાડ ST ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા આકસ્મિક માસ્ક ચેકિંગ હાથ ધરાયું

વલસાડઃ પોતાના સ્વાસ્થ્ય અને પરિવારના સ્વાસ્થ્ય તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે માસ્ક ફરજિયાત પણે પેહરવું તે આપની જીમેદારી પણ છે. પરંતુ કેટલાક લોકો હજી પણ કોરોના બાબતે સજાગતા કેળવતા નથી. ત્યારે રવિવારના રોજ વલસાડ એસ.ટી વિભાગમાં ટ્રાફિક ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવનાર એ.એમ.પટેલ દ્વારા વલસાડ ડેપોની અંદર આવનાર તેમજ જનાર બસોના યાત્રીનું માસ્ક ચેકીંગ હાથ ધર્યું હતું. અને કડક સૂચના પણ આપી હતી. જે પ્રવાસીઓને બસમાં સફર કરવી હોય તેમણે ફરજિયાત પણે માસ્ક પહેરવું પડશે. અને નહીં પેહરનારને પ્રવાસ કરવામાં અટકાવશે તેવું ટ્રાફિક ઇન્સ્પેક્ટર જણાવ્યું હતું.

આમ તકેદારીના ભાગ રૂપે આકસ્મિક ચેકીંગ હાથ ધરી મોઢે માસ્ક વગર ફરતા યાત્રીઓને કડક સૂચના આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.