યુએસએની સંસ્થા ચાઈલ્ડ પોર્નોગ્રાફી, રેપ અને ગેંગરેપની ટિપ્સ સર્ચ કરતી અને ડાઉનલોડ કરતી વ્યક્તિઓ ઉપર ઓનલાઇન દેખરેખ રાખતી સંસ્થા દ્વારા ગૃહ વિભાગની સાઈટ CCPWC સાઈડ ઉપર ઓનલાઇન પોર્ટલ ઉપર કરેલી ફરિયાદના આધારે એક ફેસબૂક આઈડી યુઝર વારંવાર ચાઈલ્ડ પોર્નોગ્રાફી શેર અને ડાઉનલોડ થતી હોવાની ફરિયાદ 16 ઓક્ટોબરના રોજ કરાઇ હતી. જેની તપાસ ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે સાઇબર ક્રાઇમ દ્વારા કરાઈ હતી.
આ સમગ્ર તપાસ દરમિયાન વલસાડના ગુંદલાવનો 23 વર્ષીય યુવક લવકેશકુમાર રામકેશ શાહુ નામના ફેસબુક આઈડી ઉપરથી વારંવાર ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ફોટા, વિડીયો ક્લિપ્સ ડાઉનલોડ અને શેર થઇ રહી હોવાની જાણ થતા તાત્કાલિક વલસાડ LCBએ મોબાઈલ નંબર ટ્રેસ કરીને તપાસ કરતા ગુરૂવારે બપોરે LCBની ટીમે ગુંદલાવ ચોકડી પાસેથી બાતમીના આધારે લવકેશ શાહુને ઝડપી પાડ્યો હતો. લવકેશનો મોબાઈલ ચેક કરતા છેલ્લા 6 માસથી મુંબઈના 2 સાગરીતો સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં હતો. લવકેશને લિંક અને વિડીયો મોકલનાર 2 મુંબઈના ફેસબુક આઈડી દીરજ નિસાદ અને ધરમરાજના આઈડી ઉપરથી લવકેશ તેના મોબાઇલમાંથી અન્ય આઈડી ઉપર શેર કરતો હતો. આ સમગ્ર મામલે લવકેશની ધરપકડ કરી રૂરલ પોલીસે મથકે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે