ETV Bharat / state

વાપીમાં લોકડાઉનના કારણે ગુટખા-પાન મસાલાની દુકાનોમાં લાંબી કતારો

author img

By

Published : Apr 19, 2021, 11:01 PM IST

વલસાડ જિલ્લામાં 20મી એપ્રિલથી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત બાદ સોમવારે વાપીના બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. જો કે, ગત વર્ષે તમાકુના બંધાણીઓને ભારે મુશ્કેલી વેઠી હતી, ત્યારે આ વખતે સ્વૈચ્છિક લોકડાઉનમાં તલબને સંતોષી શકાય તે માટે ગુટખા, પાન મસાલાની દુકાનો પર કતારો લાગી હતી.

વાપીમાં લોકડાઉનના ડરથી ગુટખા-પાન મસાલાની દુકાનોમાં લાંબી કતારો

  • મંગળવારથી વલસાડ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન
  • સ્વૈચ્છિક લોકડાઉન પહેલા બજારમાં લોકોની ભીડ
  • વ્યસનીઓએ તલબ બુઝાવવા કતારમાં રહી ખરીદી કરી

વલસાડઃ જિલ્લામાં 20થી 30મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે, સ્વૈચ્છિક લોકડાઉનમાં પણ લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે સોમવારે જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. જો કે આ ભીડમાં પાન મસાલાની દુકાને વ્યસનીઓએ કતારો લગાવી હતી.

વાપીમાં લોકડાઉનના કારણે ગુટખા-પાન મસાલાની દુકાનોમાં લાંબી કતારો

જિલ્લાના મુખ્ય મથકોના બજારમાં ભારે ચહલ-પહલ રહી હતી

સોમવારનો દિવસ વાપી સહિત તમામ જિલ્લાના મુખ્ય મથકોના બજારમાં ભારે ચહલ-પહલનો દિવસ રહ્યો હતો. મંગળવારથી જિલ્લામાં 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન રહેવાનું હોવાથી લોકો એક દિવસ અગાઉ જ બજારમાં જરૂરી ખરીદી કરવા નીકળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતી ભીડ વચ્ચે લોકોએ જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.

આ પણ વાંચોઃ પાટણમાં ચીજ-વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી

પાનના ગલ્લા પર લાગી કતારો

જો કે ગત વર્ષે 5 રૂપિયાની તમાકુંની પડીકીના 100 રૂપિયા ખર્ચ્યા હોવાથી આ દિવસે બંધાણીઓને કોઈ તકલીફ ન પડે તે માટે લોકડાઉનના આગલા દિવસે જ પાન મસાલાનો સ્ટોક કરવા પાનના ગલ્લાઓ પર પહોંચી ગયા હતા. જેને લઈને પાનના ગલ્લાઓ પર ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે હોલસેલ વેપારીઓને ત્યાં લાંબી કતાર લાગી હતી.

સ્વૈચ્છિક લોકડાઉનમાં ઉદ્યોગોને મુક્તિ

ઉલ્લેખનીય છે કે, 10 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનમાં આવશ્યક ચીજવસ્તુઓ લોકોને મળી રહે એવી દુકાનો ખુલ્લી રહેશે. તેમજ આ સ્વૈચ્છિક લોકડાઉનમાંથી ઉદ્યોગોને પણ મુક્તિ આપવામાં આવી છે. આ અંગે વાપી નગરપાલિકાએ પણ પરિપત્ર બહાર પાડી લોકોને ખાસ અપીલ કરી છે.

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

નગરપાલિકાએ પરિપત્ર બહાર પાડ્યો

વાપી નગરપાલિકાએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, દૂધ અને મેડિકલ સ્ટોર સવારના 7થી રાત્રીના 8વાગ્યા સુધી ખુલ્લા રહેશે. શાકભાજી, અનાજ કરિયાણાની દુકાનો, બેકરી, માસ-મચ્છી મટનની દુકાનો સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. લોકો આ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરે, આરોગ્ય, પોલીસને સાથ સહકાર આપે તેવી અપીલ પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.