નેશનલ લિગલ સર્વિસ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોના કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 2014ના એક અકસ્માતમાં મોત પામનાર અરજદાર દ્વારા 45 લાખનો ક્લેમ મુક્યો હતો. જેને લઈને જિલ્લા કોર્ટ અને વીમા કંપનીના અધિકરીઓની મધ્યસ્થી સમાધાન કરાવવામાં આવતા અરજદારને 31 લાખની માતબર રકમ અપાવવામાં આવી હતી.
બીજી તરફ 2018ના એક અકસ્માતના કેસમાં રૂપિયા 20 લાખનો ક્લેમ અરજદાર તરફથી મુકવામાં આવ્યો હતો. જેમા કોર્ટ અને જિલ્લા જસ્ટિસના મધ્યસ્થી રૂપિયા 11 લાખમાં સમાધાન કરાવવામાં આવ્યા હતું. આ સાથે એક લગ્ન વિષયક કેસમાં પણ કોર્ટ દ્વારા મધ્યસ્થી કરી કન્યાદાનમાં મળેલ તમામ વસ્તુઓ પરત અપાવવામાં આવી અને સાથે સાથે પત્નીને 1.30 લાખ રૂપિયા સમાધાન પેટે અપવામાં આવ્યા હતા.
આ લોક અદાલતને સફળ બનાવવા માટે જિલ્લા કોર્ટના તમામ ન્યાયાધીશ અને તમામ સ્ટાફે મહેનત કરી હતી.