- સ્વ. મોહન ડેલકરને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી
- સાંસદ મોહન ડેલકરને ન્યાય મળે એવી આદિવાસી સમાજના લોકોની માગ
- અનેક અગ્રણીઓ મૌન રેલીમાં જોડાયા હતા
વલસાડઃ સંઘ પ્રદેશના સાંસદ અને આદીવાસી સમાજના મોતીહારી ગણવામાં આવતા સ્વ. મોહન ડેલકરના મોત અંગે અનેક રહસ્યો સર્જાયા છે, ત્યારે ધરમપુર યુવા મિત્ર મંડળ દ્વારા આજે શનિવારે ધરમપુરના હાથીખાનાથી મીણબત્તી સાથે એક મૌન રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા. આ રેલી અનેક વિસ્તારમાં ફરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે એકત્ર થઈ હતી અને મોહન ડેલકરને યોગ્ય ન્યાય મળે તે હેતુથી સૂત્રોચ્ચાર કર્યા હતા. અનેક અગ્રણીઓએ આદિવાસી સમાજના હક, અધિકાર માટે હંમેશા સરકારની સામે બાંયો ચઢાવતા આવ્યાં હતા અને આદિવાસી સમાજને તેમના હક અને અધિકાર અપાવવામાં સફળ રહ્યા છે. ત્યારે આજે ધરમપુરના યુવાનો દ્વારા કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજી હતી અને સ્વ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચોઃ કરજગામના ગ્રામજનોએ સાંસદ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપી
આદિવાસી સમાજના દરેક ઘરમાં એક-એક મોહન ડેલકર તૈયાર કરવાની જરૂરઃ આદિવાસી સમાજના યુવા નેતા કલ્પેશ પટેલ
આ પ્રસંગે ધરમપુર આદિવાસી સમાજના યુવા નેતા કલ્પેશ પટેલે કહ્યું કે, હવે એવો સમય આવી ગયો છે કે દરેક ઘરમાં એક મોહન ડેલકર તૈયાર કરવાની જરૂર છે, જે આદિવાસી સમાજ માટે હક્ક અને આધિકારની લડત ચલાવે અને આદિવાસી સમાજને એક જુટ રાખી શકે. આદિવાસી સમાજના નેતા અને સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં સતત 7 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની એક હોટલમાં આત્મ હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ આદિવાસી સમાજમાં શોકની લાગણી સાથે તેમના મોટ અંગે નિષ્પક્ષ તપાસ અંગેની માંગ ઉઠી છે. આજે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ, મહિલા, વૃદ્ધો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ જોડાયા હતા.

આ પણ વાંચોઃ દાદરાનગર હવેલીના MP મોહન ડેલકરનું મુંબઈમાં શંકાસ્પદ મોત, ગુજરાતીમાં મળી સ્યુસાઈડ નોટ