વલસાડઃ કપરાડા તાલુકાના મામલતદાર કચેરી ખાતે અનેક લોકો પોતાના વિવિધ કામો લઈને આવતા હોય છે, કચેરીમાં આવનારા લોકો માટે બનાવવામાં આવેલા જાહેર શૌચાલયમાં સાફ-સફાઈ વગર ગંદકીથી ખદબદી રહ્યું છે. જેની સાફ-સફાઇ માટે કોઈ અધિકારી પણ પગલા લેતા નથી. એક તરફ સરકાર સ્વચ્છતાની વાતો કરી રહી છે. ત્યારે સરકારી કચેરીમાં જ ગંદવાડ જોવા મળી રહ્યો છે.
કપરાડા તાલુકા મથકે 270 થી વધુ ગામોના લોકો પોતાના વિવિધ કામો માટે મામલતદાર કચેરી ખાતે આવતા હોય છે પરંતુ મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. એમાં પણ અહીં આવનારા લોકો અને કર્મચારીના ઉપયોગ માટે લઘુશંકા માટે બનાવવા માં આવેલા શૌચાલય તો જાણે દોજખ જેવું બની રહ્યું છે .
![કપરાડા મામલતદાર કચેરીના શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ, લોકો પેરેશાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-03-toiletverydirtyatkapardamamaltdar-photostory-7202749_25092020154511_2509f_01915_488.jpg)
સ્વચ્છતાના આભાવે અહીં એટલી હદે દુર્ગંધ મારે છે કે, બાજુમાં જ આવેલા મધ્યાહન ભોજનની કચેરીમાં બેસનારા કર્મચારીની હાલત પણ નાકે ટેરવું દબાવીને બેસવાની ફરજ પડે છે વળી ટોયલેટમાં પાણી લાઈટની વ્યવસ્થાનો પણ સંપૂર્ણ આભાવ જોવા મળી રહ્યો છે. અહીં શૌચાલયના ઉપયોગ કરવા આવનારી વ્યક્તિ ચોક્કસ પણે શરમમાં મુકાય એમ છે.
![કપરાડા મામલતદાર કચેરીના શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ, લોકો પેરેશાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-03-toiletverydirtyatkapardamamaltdar-photostory-7202749_26092020114024_2609f_00486_780.jpg)
આ સ્વચ્છતા રાખવા પ્રત્યે હજી સુધી કોઈ અધિકારીએ ગંભીરતા પૂર્વક ધ્યાન લીધું નથી જેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. એક તરફ જ્યાં સરકાર કચેરીમાં સ્વચ્છતા રાખવા માટે મોટી મોટી વાતો કરે છે, ત્યાં સ્વચ્છતાના નામે અહીં બિલકુલ મીંડું જણાય આવે છે.
અહીં આવનારા લોકોનું કહેવું છે કે, ગમે તે સમયે આવો અહીં સફાઈ માટે કોઈ ધ્યાન આપતું નથી અને લોકો પણ સ્વચ્છતા બાબતે ધ્યાને ન લઈ આવા ગંદકીથી ખદબદી રહેલા શૌચાલયનો જ ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે, ત્યારે દરેક કચેરીની મુલાકાત લેતા ડેપ્યુટી કલેક્ટર સ્વચ્છતા અંગે દરેકને સલાહ સૂચનો આપે છે.