ETV Bharat / state

Khadi Weaving Down Fall In Dharampur : 3000 કારીગરો પૈકી બચ્યાં માત્ર ગણતરીના કારીગર - Khadi weaving technique

વલસાડ જિલ્લાના ધરમપુરના વિસ્તારોમાં ખાદી વણાટના માત્ર 2 જ કારીગરો બચ્યાં છે. અહીં એકસમયે 3000 કારીગર ખાદી (Khadi weaving down fall in Dharampur) બનાવતાં હતાં. વધુ જાણો આ અહેવાલમાં.

Khadi weaving down fall in Dharampur :  3000 કારીગરો પૈકી બચ્યાં માત્ર ગણતરીના કારીગર

author img

By

Published : Feb 3, 2022, 3:10 PM IST

Updated : Feb 3, 2022, 6:22 PM IST

વલસાડ : જિલ્લામાં ખાદી ગ્રામઉદ્યોગ દ્વારા ધરમપુર અને તેની આસપાસના 40 ગામોમાં ઘરે ઘરે લોકો ખાદીનું કાપડ વર્ષો પહેલા બનાવતા અને રોજી મેળવતાં. પણ કાળક્રમે વળતર ઓછું અને લેન્ધી પ્રક્રિયા હોવાને કારણે હાલનો યુવા વર્ગ તેનું પ્રશિક્ષણ નથી (Khadi weaving down fall in Dharampur) લઈ રહ્યો. અગાઉ જે કારીગરો હતા તે પૈકી કેટલાક વૈકુંઠવાસ થયા તો માત્ર જૂજ (Khadi weaving artisans ) લોકોએ હજી આ કામગીરી ચાલુ રાખી છે. પરંતુ તેના વળતર ઉપર ઘર ચાલી શકે એમ નથી. સરકાર દ્વારા ખાદી ઉદ્યોગને પુનઃ જીવિત કરવા વળતર વધારવામાં આવે એવી માગ કારીગરો કરી રહ્યા છે.

ધરમપુરની આસપાસના 40 ગામમાં લોકો ઘેરઘેર ખાદીનું કાપડ બનાવતાં હતાં

માત્ર 2 કારીગરો રહ્યાં છે

ધરમપુર અને એની આસપાસના 40 ગામોમાં આઝાદી સમયથી 3000 જેટલા કારીગરો હાથથી ખાદીનું કાપડ વણાટ કરતા ઘરે ઘરે તે સમયે ખાદી વણાટના મશીનોના અવાજ આવતાં. પરંતુ આજે પરિસ્થિતિ વિપરીત છે (Khadi weaving down fall in Dharampur) મોંઘવારી વધી છે અને ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા આપવામાં આવતું કમિશન આજે પણ એક મીટર ઉપર માત્ર 50 રૂપિયા જ છે. જે કોઈ કારીગરને પોષાય એમ નથી. વળી ઓછું કમિશન અને કાપડ બનાવવા માટે ખૂબ લાંબી પ્રક્રિયા હોય અને મહેનત માંગી લેતું કામ હોવાથી લોકોએ તેને બંધ કરી દીધું, હવે માત્ર 2 કારીગરો (Khadi weaving artisans ) છે જેણે આ વારસો જાળવી રાખ્યો છે.

ધરમપુર કુરગામમાં 62 વર્ષીય વૃદ્ધ 40 વર્ષથી ખાદીનું કાપડનું વણાટ કરે છે

ધરમપુર નજીકમાં આવેલા કુરગામ ખાતે નિશાળ ફળીયામાં રહેતા છોટુભાઈ ધાકલભાઈ (Khadi weaving artisans ) છેલ્લા 40 વર્ષથી રોજ નિત્યક્રમ મુજબ સવારે 4 વાગ્યે ઉઠી ખાદીના કાપડનું વણાટ કામ કરે છે. આજે પણ તેમણે સતત આ કામગીરી જાળવી રાખી છે. તેમનું કહેવું છે કે આજના યુવા વર્ગ આ કામગીરી કરતો કે શીખવા પણ ઇચ્છતો નથી. જેની પાછળનું કારણ છે કે પ્રક્રિયા ખૂબ લાંબી છે અને વળતર ખૂબ ઓછું છે એટલે યુવા વર્ગ ઉદ્યોગોમાં રોજિંદા મળતા 300 થી 400 રૂપિયાના રોજ ઉપર કામે જાય છે. જેને પગલે હવે આ વારસો (Khadi weaving down fall in Dharampur) સાચવવો મુશ્કેલ છે.

ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશન વર્ષોથી ચાલતા એક મીટર ઉપર માત્ર 50 રૂપિયા વળતર આપે છે

વર્ષોથી ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા ખાદી કાપડ બનાવતા કારીગરોને મીટર દીઠ 45 થી રૂપિયા 50 કમિશન આપવામાં આવે છે. જે ખૂબ નજીવું છે. જો એના ઉપર જ ઘર ચલાવવું હોય તો તે ચાલી શકે નહીં. કારીગરોને પ્રોત્સાહન મળે અને તેમના કામમાં કલાક પ્રમાણે વળતર મળે એ પ્રકારે કોઈ યોગ્ય આયોજન થવું જોઈએ.

આ પણ વાંચોઃ ગાંધી જયંતીના પ્રસંગે જૂનાગઢમાં ખાદી ખરીદવા માટે લોકોની ભારે ભીડ, 25 ટકા વળતર

માર્કેટમાં માંગ ઘટી રહી છે

ધરમપુર અને એની આસપાસમાં વર્ષો પહેલા ગાંધી પ્રેરિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ તેમજ ઉત્તર બુનિયાદી સ્કૂલો હાઇસ્કૂલ વગેરે ધમધમતા અને આ તમામ સ્કૂલોમાં ગણવેશ તરીકે ખાદી કાપડના કપડાંનો ઉપયોગ (Khadi weaving down fall in Dharampur) થતો હતો. આજે આ સ્કૂલો બંધ થઈ છે. ગણવેશ બદલાઈ ચુક્યા છે, જેને પગલે ખરીદી ઓછી થઈ રહી છે.

વર્ષો પહેલા ધરમપુરથી 35 કિમિ દૂર સર્વોદય પરિવાર ટ્રસ્ટ સ્થાનિકોને રોજગારી માટે 150 ચરખા ચલાવતા હતાં

ધરમપુરથી 35 કિમિ દૂર પિંડવલ ગામે ચાલતા સર્વોદય પરિવાર ટ્રસ્ટ સંચાલિત આશ્રમ (Khadi weaving artisans ) દ્વારા સ્થાનિકોને ઘર બેઠા રોજી મળે એ માટે 150 ચરખા ચલાવીને ખાદીના કાપડ બનાવવા માટેનું પ્રશિક્ષણ (Khadi weaving down fall in Dharampur) આપવામાં આવતું અને લોકો ચલાવતા અને રોજી મેળવતા પણ સમય જતાં તે કામગીરી પણ હાલ બંધ થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ ગાંધી જયંતિએ સરકાર દ્વારા ડિસ્કાઉન્ટ જાહેર ન કરાતા વડોદરામાં ખાદી વેચાણમાં 75 ટકા ફટકો

આઈટીઆઈ અને અન્ય સ્કીલ ડેવલોપમેન્ટ સંસ્થામાં ખાદીને વિષય અભ્યાસક્રમ તરીકે જોડવો જોઈએ

હાલમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સંસ્થાઓ સ્કીલ ડેવલોપમેન્ટ જેવી અનેક સંસ્થાઓમાં તાલીમ લેવા આવતા વિદ્યાર્થીઓ ખાદીના કાપડનું મહત્વ સમજાવીને તેને એક અભ્યાસક્રમના વિષય તરીકે એડ કરવો જોઈએ. જેથી આવનારી પેઢી તેને ગ્રહણ કરી શકે. વળી પ્રોત્સાહન માટે વિશેષ વળતર પણ આપવું જોઈએ. જેથી મૃતપાય અવસ્થામાં જઈ રહેલો આ વ્યવસાય (Khadi weaving artisans ) પુનર્જીવિત થાય. જો સરકાર અને ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશન આ અંગે ધ્યાન નહીં આપે તો બાકી રહેલા કારીગરો પણ કામ બંધ (Khadi weaving down fall in Dharampur) કરી દેશે અને ધરમપુરના એક સમયે ખૂબ ધમધમતો ખાદી ઉદ્યોગ અસ્ત થઈ જાય તો નવાઈ નહીં.

Last Updated : Feb 3, 2022, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.