વલસાડ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ત્રીજા રાઉન્ડમાં મેઘમહેર કરી છે જેને પગલે અનેક નદીઓમાં નવા નીર આવ્યાં હતાં. દક્ષિણ ગુજરાતની લોકમાતા દમણ ગંગા પણ બંને કાંઠે વહી હતી. ત્યારે કપરાડા તાલુકાના અસલકાટી ગામે દમણ ગંગા નદી પર બનેલો ચેકડેમ કમ કોઝવે Kaprada Asalkati Village causeway, સતત પાણીમાં ડૂબેલો Asalkati causeway submerged in water, રહે છે. આ કારણે લોકોને 50થી વધુ કિલોમીટરનો ચકરાવો કાપીને પોતાના ગંતવ્ય સ્થાને જવાની ફરજ પડી હતી..
વલસાડ જિલ્લાના 25 લો લેવલ બ્રીજ ઓવરટોપિન્ગના કારણે બંધ વલસાડ જિલ્લા ડિઝાસ્ટર વિભાગની એક યાદીમાં જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે જિલ્લાની દરેક લોકમાતાઓમાં વરસાદી પાણી આવ્યા છે. જેના કારણે અનેક નીચાણવાળા બ્રિજો ઉપર વરસાદી પાણી ફરી વળતા ઓવરટોપિન્ગને કારણે જિલ્લાના 25 જેટલા રસ્તાઓ છ તાલુકાઓમાં બંધ થયેલા 25 low level bridges closed due to overtopping જોવા મળ્યા છે.
કપરાડા અને ધરમપુર વિસ્તારમાં સૌથી વધુ ઓવર ટોપિંગને કારણે રસ્તાઓ બંધ વલસાડ જિલ્લાના ચેરાપુંજી ગણવામાં આવતા ધરમપુર અને કપરાડા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ 100 ઇંચ કરતા પણ વધુ પડે છે. સામાન્ય વરસાદ હોવાને લઈને પણ મુખ્ય માર્ગો પર બનેલા નાના ચેકડેમો કે નાળાંઓ ઉપરથી વરસાદી Causeway over Daman Ganga river પાણી ફરી વળે છે. જેના કારણે અનેક માર્ગો બંધ થઈ જતા હોય છે. નદીઓ પર બનેલા ચેકડેમ કોઝવે ઉપરથી વરસાદી પાણી ફરી વળતા મોટાભાગે ધરમપુર અને કપરાડાના 24 થી 28 જેટલા રસ્તાઓ ઓવરટોપિન્ગને કારણે બંધ થઈ જતા હોય છે.
આ પણ વાંચો લોખંડનો ભાવ વધતા કોંટ્રાક્ટર બ્રિજનું કામ મૂકી ભાગી ગયો, વિદ્યાર્થીઓ સહીત લોકો મુશ્કલીમાં
લોકો જીવના જોખમે નદીઓ પાર કરવા મજબૂર બને છે ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી નાના બ્રિજો ઉપરથી ફરી મળતા લોકો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોઇ જીવના જોખમે પણ લોકો પ્રવાહમાંથી પસાર થઈ સામેના છેડે પહોંચતા હોય છે. કેટલાક ગામોમાં મુખ્ય નદીઓમાં વરસાદી પાણી આવતા સતત પાંચ પાંચ છ દિવસ સુધી બ્રિજ પાણીમાં ડૂબેલા રહે છે અને તેવા સમયે લોકોને 30 થી 40 કિલોમીટર સુધી લાંબો ચકરાવો કાપીને પોતાના કામ અર્થે જવાની ફરજ પડે છે.
આ પણ વાંચો વલસાડના કપરાડામાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા લોકો થયા મજબૂર
કપરાડાના અસલકાટીના લોકોની ભારે સમસ્યા અસલકાટીથી એમરોન પાડા ફળિયા વચ્ચેથી વહેતી દમણ ગંગા નદી ઉપર બનાવવામાં આવેલો ચેકડેમ કમ કોઝવે Kaprada Asalkati Village causeway, સતત ડૂબમાં Asalkati causeway submerged in water, છે. દમણગંગા નદીમાં વરસાદી પાણી આવવાને કારણે ફળિયામાં રહેતા 50 થી વધુ ઘરોના લોકોને 25 km ચકરાવો કાપીને કામ અર્થે જવાની ફરજ પડે છે.
ઊંચો બ્રિજ બનાવાય તો સમસ્યા દૂર થાય અસલકાટી ગામના ટેમરૂન પાળા ફળિયાના લોકોની માંગ છે કે વર્ષોથી ચોમાસા દરમિયાન બ્રિજ ડૂબ Kaprada Asalkati Village causeway, માં જવાને કારણે ચાર મહિના સુધી તેઓને સમસ્યાનો સામનો કરવો પડે છે. અહીં બ્રિજ ઉંચો કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. જેથી ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલી દૂર થઈ શકે એમ છે. વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને જીવના જોખમે નદી પાર Asalkati causeway submerged in water, કરવાની ફરજ પડે છે. ગામમાં પૂર્વ સરપંચ કિશનભાઇના જણાવ્યા અનુસાર બાપદાદાના સમયથી બનેલા આ બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળવાને કારણે મુશ્કેલી વધી જાય છે.