વલસાડ: હાલમાં ચીનમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસનો કેસ પ્રકાશમાં આવ્યો છે. જેમાં આગ્રા, કેરળ, જયપુર, દિલ્હી, તેલંગાણામાં પણ કોરોના વાયરસના કેસ નોંધાયો છે. આ રોગ પણ માંસાહારથી ફેલાય છે. જેના કારણે ગામના યુવાનોએ અનોખું પગલું લીધું છે.
કપરાડા તાલુકાના અંતરિયાળ ગામો અને એમાં પણ ખાસ કરીને સંઘપ્રદેશની પાસે આવેલા ગામોમાં લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગ હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય આ તમામ પ્રસંગોમાં માંસાહાર અને દારૂનું દુષણ વર્ષોથી આદિવાસી સમાજમાં ઘર કરી રહ્યું છે. જેના કારણે ક્યારેક ઝઘડા અને મારામારી તો ક્યારેક આવી ઘટનાઓ હત્યાઓ સુધી પરિણમે છે. આવી તમામ સમસ્યાઓને જોતા કપરાડા તાલુકાના અંતરિયાળ એવા વિસ્તારમાં આવેલ ગાઢવી ગામના યુવાનોએ પહેલ કરી છે.
આ ગામમાં વિવિધ બેનરો લગાવી ગામ લોકોને જાણ કરી શકે, કોઇ પણ પ્રસંગ હોય આ તમામ પ્રસંગોમાં તેઓ માંસાહાર અને દારૂ જેવા દૂષણને ઉપયોગમાં લેશે નહીં અને જો કોઈ લેશે તો તેની સામે પચાસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. કપરાડા તાલુકાના પ્રથમ એવું કામ હશે કે, જેમના ગામમાં લોકોએ આવી બધી અને દૂષણને જાકારો આપ્યો છે. તો સાથે અન્ય ગામો સમક્ષ એક અનોખો દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે.
મહત્વનું છે કે, હાલમાં સમગ્ર વિશ્વમાં કરોના વાયરસનો કહેર યથાવત છે. યુવાનોનું કહેવું છે કે, આ વાયરસ પણ માંસાહારના કારણે જ ચીનમાં લોકોમાં ફેલાયો છે. તેની ઉત્પત્તિ પણ માંસાહાર માંથી જ થઈ હોય ગામમાં યુવાનોએ માંસાહાર અને દારૂ જેવી બદીને ત્યાગ કરી દીધો છે. જેથી આવનારા વર્ષમાં યુવાધન ગેરમાર્ગે ન દોરાય.