જૂનાગઢના વિસાવદર પોલીસ મથકે વલસાડનો સંજય છોટુ પટેલ અને તેના સાગરીતો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, ત્યાં રહેતા એક પરિવારના એક વ્યક્તિ સાથે લગ્ન કરાવી પૈસા અને દાગીના લઇ યુવતી પરત ભાગી વલસાડ આવી હતી અને બાદમાં પરત આવવાના સાથે સામેના પરિવારને જાણ થઈ કે, તેઓ છેતરાયા છે. જેને લઈ ભોગ બનેલા પરિવારે જૂનાગઢના વિસાવદર પોલીસ મથકે છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરી હતી. જે ગુનામાં 3 આરોપીઓ જૂનાગઢ હાજર ન થયા તે નાસ્તા ફરતા હતા.
નોંધનીય છે કે, આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં આવા કિસ્સાઓ સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર વિસ્તારના મોટી ઉમરના લગ્નઉત્સુક યુવાનોને આવી ગેંગ પોતાની જાળમાં ફસાવી લગ્ન બાદ યુવતી સોના ચાંદીના દાગીના લઈને પરત થઈ જતી હોય કેટલાક લોકો ઈજ્જત જવાની બીકે ફરિયાદ ન કરતા હોય. જૂનાગઢમાં બનેલી ઘટનાને પગલે સમગ્ર ગેંગ પકડાઈ હોવાનું મનાઇ રહ્યું છે.