વલસાડઃ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં વહીવટી સરળતા રહે તેવા હેતુથી વલસાડ જિલ્લામાં કામ કરતાં 6 જેટલા PSIની આંતરિક બદલી કરવામાં આવી છે. જો કે, અચાનક PSIની બદલી થતાં પોલીસ બેડામાં અનેક તર્ક-વિતર્કો ચર્ચાઈ રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે, વાપી ટાઉનમાં કામ કરતા બી.એન ગોહિલને કપરાડા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે વલસાડના રીડર શાખામાં કામ કરતા પીસી પટેલને ડુંગરી પોલીસ સ્ટેશનનો હવાલો સોંપવામાં આવ્યો છે, તો બીજી તરફ ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે. જી. મોડને ડુંગરી પોલીસ સ્ટેશનથી બદલીને જિલ્લા MOB તથા રીડર શાખાનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
PSI એમ.એમ. સાધુ જેઓને જિલ્લાએ એમ.ઓ.બીમાંથી વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યાં છે, તો બીજી તરફ વાપી ઉદ્યોગનગરમાં કામ કરતાં PSI એકે દેખાયને વાપી ટાઉનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે મહિલા PSI સી.ડી. ડામોર જેઓ લીવ રિઝર્વ પર હતા, તેમને વાપી ટાઉનમાં નિમણૂક કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આ તમામ બદલીઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં વહીવટી કામગીરી સરળ રહે તેવા હેતુથી કરવામાં આવી છે, ત્યારે અચાનક થયેલી બદલી કારણે પોલીસ બેડામાં અનેક પ્રકારનો કારણો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.