આતંકી હુમલાની દહેશત પર IB દ્વારા અપાયેલા એલર્ટને પગલે ગુજરાતમાં પણ પોલીસ દ્વારા જાહેર સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તમામ જિલ્લાના એરપોર્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મોલ - મલ્ટીપેલ્કસ તેમજ જિલ્લાના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર પોલીસ અને SRPની હથિયારધારી જવાનોની ટુકડીઓ તૈનાત કરાવામાં આવી છે. રાજ્યની આંતરિક સરહદો તેમજ પડોશી રાજ્ય સાથે જોડતા ચેકપોસ્ટ પર તમામ વાહનોને ચેક કરાયા હતા.
રાજસ્થાન સાથે સંકળાયેલ શામળાજી, પાલનપુર, અંબાજી અને હમીરગઢ ચેકપોસ્ટ, મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા ભીલાડ, સાગબારા, વઘઈ અને કપરાડા ચેકપોસ્ટ, મધ્યપ્રદેશ સાથે સંકળાયેલા દાહોદ, જાલોદ અને ફેરકુવા ચેકપોસ્ટ. આ તમામ ચેકપોસ્ટ પર ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે હવાઈ માર્ગે પણ હેલિકોપ્ટર નજર રાખવામાં આવી રહી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર તેમજ પોલીસ તંત્ર સફાળુ જાગી ઉઠ્યું છે.