ETV Bharat / state

વલસાડના ધમરપુરમાં બનશે ભારતની પ્રથમ સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, 3,000 સાપમાંથી ઝેર કાઢી બનાવાશે ઈન્જેક્શનનો પાવડર

author img

By

Published : Oct 22, 2021, 12:50 PM IST

સમગ્ર ભારતમાં એક વર્ષમાં 50,000 કરતાં વધુ લોકો સર્પદંશથી મૃત્યુ પામે છે. કારણ કે, તેમને સર્પદંશની સારવાર માટેના ઈન્જેક્શન મળી શકતા નથી. જે મળે છે તે એટલા કારગર હોતા નથી. કારણ કે, દરેક સ્થળ અને ભૌગોલિક પરિસ્થિતિના આધારે સાપોમાં રહેલા વિષનું પ્રમાણ અને ઈફેક્ટિવનેસ અલગ અલગ તરી આવતી હોય છે. આના કારણે સર્પદંશમાં સારવાર કરવી પણ મુશ્કેલ બને છે, પરંતુ આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા ગુજરાત સરકારે થોડા સમય પહેલાં જ વન વિભાગની સાથે મળીને વલસાડ જિલ્લાના ધરમપુરમાં સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ બનાવવાનું નક્કી કર્યું હતું. જોકે, તે માટેની તૈયારી પણ ચાલી રહી છે. એટલે કે અહીં હવે 3,000 જેટલા સાપને રાખી તેનું ઝેર કાઢી તેમાંથી એન્ટિવેનમ ઈન્જેક્શન બનાવવાનો પાવડર બનાવવામાં આવશે.

વલસાડના ધમરપુરમાં બનશે ભારતની પ્રથમ સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 3,000 સાપમાંથી ઝેર કાઢી બનાવાશે ઈન્જેક્શનનો પાવડર

  • વલસાડના ધમરપુરમાં બનશે સૌપ્રથમ રાષ્ટ્રીય કક્ષાની સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
  • ઈન્સ્ટિટ્યૂટ બનાવવાની કામગીરી ચાલી રહી છે પૂરજોશમાં
  • ભૌગોલિક પરિસ્થિતિ સ્થળના આધારે સાપમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે
  • રાજ્યના પૂર્વ આદિજાતિ અને વન વિભાગના પ્રધાન ગણપત વસાવાએ 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે
  • 3 કામગીરી વિનેમ કલેક્શન સેન્ટર, સાપ રેસ્ક્યૂ ટ્રેનિંગ, ડોક્ટર્સ માટે પ્રોટોકોલ અનુસાર સર્પદંશની સારવાર અંગે ટ્રેનિંગ અપાશે
  • 3,000 સાપ રાખવા માટેની ક્ષમતા નક્કી કરવામાં આવી છે

વલસાડઃ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન આદિજાતિ અને વન વિભાગના તે સમયના પ્રધાન ગણપત વસાવાના સમયમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા ધરમપુરમાં સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની મંજૂરી ગુજરાત વન વિભાગ સાથે મળી નક્કી કરવામાં આવી છે. ધરમપુરમાં સમગ્ર ભારતનું સૌપ્રથમ એવું સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવશે, જેમાં ધરમપુર અને તેની આસપાસમાં મળી આવતા અનેક ઝેરી સર્પોને પકડી લાવી તેમાંથી તેમનું ઝેર કાઢી એન્ટિવેનમ ઈન્જેક્શનનો પાવડર બનાવવામાં આવશે. તે પાવડર ઈન્જેક્શન બનાવતી કંપનીને પહોંચતું કરવાની કામગીરી અહીં કરવામાં આવશે.

વલસાડના ધમરપુરમાં બનશે ભારતની પ્રથમ સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ

આ પણ વાંચો- દ્વારકામાં રાજ્યની એક માત્ર ઈન્સ્ટિટ્યૂટ 15 વર્ષથી લોકોને scuba diving શિખવાડે છે, જાણો તેની કામગીરી

સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ માટે સરકારે 10 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે

ધરમપુરમાં બનવા જઈ રહેલા સૌપ્રથમ એવી સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ માટે સરકારમાં 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં અત્યાધુનિક મશીનરીઓ તેમ જ અહીં કામ કરનારા કર્મચારીઓ સંશોધન કરતાં કર્મચારીઓ તેમ જ સાપ પકડવા આવનારા રેસ્ક્યૂ અને વિશેષ તાલીમ આપવામાં આવશે. તેમના દ્વારા આસપાસના વિસ્તારમાંથી સાપ પકડી લાવવામાં આવશે અને આ ઈન્સ્ટિટયૂટને આપવામાં આવશે. જોકે, સાપ પકડીને લાવીને આપનારાઓને વળતર આપવાનું રહેશે.

સાપનું રેસ્ક્યૂ કરનારાઓ માટે વિશેષ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરાશે

ધરમપુર અને તેની આસપાસના વિસ્તારના અનેક ગામોમાં સર્પદંશની ઘટનાઓ બનતી રહે છે અને ગ્રામીણ વિસ્તાર હોય મોટી સંખ્યામાં સાપ અનેકના ઘરમાં કે અન્ય સ્થળોએ મળી આવતા હોય છે. આવા સાપને પકડવા વિશિષ્ટ ટ્રેનિંગ પામેલા રેસ્ક્યૂ રો તૈયાર કરવામાં આવશે. આ માટે તેમને આ ઈન્સ્ટિટ્યૂટમાં વિશેષ ટ્રેનિંગ આપવાની રહેશે અને આ કાર્યક્રમ પણ અહીં આગળ ચલાવવામાં આવશે.

લોકોમાં જાગૃતતા લાવવા વિશેષ કાર્યક્રમો કરાશે

સાપ ખેડૂતોના મિત્રો છે. ખેતરોમાં રહેલા ઉંદરોના ત્રાસથીને દૂર કરવા સાપ ખૂબ જ જરૂરી છે. આથી તેને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ સાપ જ્યારે ખેડૂતોના ઘરમાં આવી પહોંચે છે ત્યારે તેને મોટા ભાગે લોકો મારી નાખતા હોય છે, પરંતુ તેને બચાવવા આ ઈન્સ્ટિટયૂટ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે, જેથી કરીને કોઈના ઘરમાં સાપ આવી ચડે ત્યારે તેને મારી ન નાખતા રેસ્ક્યૂ ટીમને બોલાવી તેને બચાવી લેવો જોઈએ તે માટેની સમજણ અપાશે.

આ પણ વાંચો- પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગાંધીનગરમાં વેચાણ કેન્દ્રનો પ્રારંભ, કઈ કઈ વસ્તુ મળશે? જુઓ

એન્ટિવેનમ ઈન્જેક્શન માટે મહત્ત્વનું કહી શકાય એવું રો મટિરિયલ લિયો ફિલિઝીડ પાવડર બનશે

સર્પદંશથી સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા એવા મહત્ત્વના કહી શકાય એવા એન્ટિવેનમ ઈન્જેક્શન માટે રો મટિરિયલ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા લિયોફિલિઝીડ પાવડર હાથમાં એક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં લાવવામાં આવેલા સર્પોના ઝેરમાંથી બનાવવામાં આવશે. આ માટે અનેક પ્રકારના અત્યાધુનિક સાધનો પણ લેવાની ટેન્ડરિંગ પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે ધરમપુરના માલનપાડા ખાતે ફોરેસ્ટ વિભાગના ડેપો નજીક તેનું નિર્માણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો મુખ્ય હેતુ માનવ કલ્યાણ અને સર્પ કલ્યાણ છે

ધરમપુરમાં શરૂ થનારી સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સર્પદંશ માટે ઉપયોગમાં લેવાતા એન્ટિવેનમ ઈન્જેક્શન બનાવવાની પ્રક્રિયાનું રો મટિરિયલ બનાવવાની કામગીરી કરાશે. આ સાથે જ સર્પોને બચાવવા લોકોમાં જાગૃતતા લાવવા વિશેષ જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. એટલે કે, એક તરફ માનવ કલ્યાણ તો બીજી તરફ સર્પ કલ્યાણ આ બંનેને સાથે રાખીને આ કામગીરી કરાશે. મહત્ત્વનું છે કે, સર્પદંશના મહારત હાંસલ કરી ચૂકેલા ધરમપુરના જાણીતા ડોક્ટર ધીરુભાઈ દ્વારા આ સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સર્પદંશની સારવાર કરનારા તબીબોને વિશેષ પ્રોટોકોલ મુજબ દર્દીઓને કઈ રીતે સારવાર કરવી તે અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. એટલે કે અહીં આગળ સર્પદંશમાં લોકોના જીવ બચાવવા તબીબોને પણ ટ્રેનિંગ અપાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.