ETV Bharat / state

કોરોના કાળમાં વાપી એસટી ડેપોની દૈનિક આવક ઘટી, માત્ર 234 ટ્રીપ કાર્યરત

કોરોના મહામારીના લીધે વાપી એસટી વિભાગની આવક પર પણ ગ્રહણ લાગ્યું છે. એક સમયે રોજની 500 ટ્રીપ અને 5થી 7 લાખની આવક સામે હાલ માત્ર 234 જેટલી ટ્રીપ અને અંદાજીત દોઢ લાખની આવક થઇ રહી છે. તો નવરા પડેલા સ્ટાફને પ્રવાસીઓનું સ્ક્રિનિંગ અને બસને સેનેટાઇઝ કરવા જોતરાવું પડે છે.

valsad news
વલસાડ ન્યૂઝ
author img

By

Published : Jul 13, 2020, 9:42 PM IST

વલસાડઃ દેશમાં લોકાડાઉનના કારણે 60થી વધુ દિવસ સુધી એસટી પરિવહન બંધ હતું. લોકડાઉન 4.0માં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે એસટી બસો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જેના પગલે વાપી સહિત દરેક શહેરોના એસટી ડેપો ધમધમતા થયા છે. એક સમયે 500થી વધુ ટ્રીપ સાથે રોજના પાંચથી સાત લાખ રૂપિયાની આવક મેળવતા વાપી બસ ડેપોમાં હાલ 234 ટ્રીપને જ મંજૂરી આપવામાં આવી છે. જેથી બસ ડેપોની આવક પણ ઘટીને માત્ર દોઢ લાખ જેટલી થઈ છે.

વાપી એસટી ડેપોની દૈનિક આવકમાં ઘટાડો

  • લોકડાઉન 4.0માં સરકારે એસટી બસને આપી હતી મંજૂરી
  • દૈનિક આવક 5થી 7 લાખની ઘટીને આશરે દોઢ લાખ થઇ
  • હાલ માત્ર 234 ટ્રીપ કાર્યરત
  • એસટીના કર્માચારીઓ પ્રવાસીઓના સ્ક્રિનિંગમાં જોતરાયા

જો કે, બસની ટ્રીપ ઓછી થતાં ડેપોનો મોટાભાગનો સ્ટાફ પણ કામકાજ વગર નવરો થઈ ગયો છે. આ વધારાના સ્ટાફને કાર્યરત રાખવા માટે ડેપો સંચાલકોએ તેમને બસ અને પ્રવાસીઓને સેનેટાઇઝ કરવાના કામે લગાડી દીધા છે. આથી હવે સ્ટાફ રોજ ડેપોમાં આવતા પ્રવાસીઓને સ્ક્રિનિંગ અને આવતી જતી બસને સેનેટાઇઝ કરી રહ્યો છે. કોરોના સામે રક્ષણ મેળવવા હેતુસર ડેપોના સ્ટાફ દ્વારા દરેક પ્રવાસીઓને ફરજિયાત થર્મલ સ્ક્રિનિંગ અને સેનેટાઇઝ કર્યા બાદ જ બસમાં ચઢવા દેવામાં આવી રહ્યા છે.

કોરોના કાળમાં વાપી એસટી ડેપોની દૈનિક આવક ઘટી

વાપી ડેપોમાં પ્રવેશતા સમયે દરેક પ્રવાસીઓનું ટેમ્પ્રેચર ચેક કર્યા બાદ તાવ, શરદી, ખાસીના લક્ષણ વિહીન પ્રવાસીઓને જ બસમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સમયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેની પણ કડક તકેદારી ડેપો સંચાલક અને સ્ટાફ દ્વારા રાખવામાં આવી રહી છે. જે માટે દરેક બસમાં 50ની જગ્યાએ 30 મુસાફરોને જ બેસાડવામાં આવી રહ્યા છે. તેમજ બસમાં પ્રવાસીઓ બેસતા અને ઉતરતા સમયે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરે તે રીતે બોર્ડિંગ અને ડે-બોર્ડિગ કરાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વાપીમાં પ્રવાસીઓ દ્વારા સરકારની ગાઇડ લાઇનનું સંપૂર્ણ પાલન કરે તે માટે ડેપોના સ્ટાફ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ તેમાં રોજની થતી આવક ઘટી ગઈ છે, જે નિગમ માટે મોટો ફટકો સાબિત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.