ETV Bharat / state

નારગોલ બંદર ખાતે 35.28 લાખના ખર્ચે વોલ કમ જેટીનું ખાતમુહૂર્ત, 800 બોટ માટે થશે ઉપયોગી - વલસાડ ન્યૂઝ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે દમણગંગા નહેર સંશોધન વિભાગના સહયોગથી વારોલી નદીના કિનારે 35.28 લાખના ખર્ચે બનાવવામાં આવનાર પ્રોટેકશન વોલ કમ જેટીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

valsad
valsad
author img

By

Published : Sep 29, 2020, 10:00 AM IST

ઉમરગામઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે દમણગંગા નહેર સંશોધન વિભાગના સહયોગથી વારોલી નદીના કિનારે 35.28 લાખના ખર્ચે બનાવવામાં આવનાર પ્રોટેકશન વોલ કમ જેટીના કામનું ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું. 90 મીટર લાંબી આ જેટી આસપાસના 800 જેટલાી બોટ માલિકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.

ઉમરગામ તાલુકાના 800 જેટલા બોટ માલિકો માટે નારગોલ બોટ લાંગરવા માટે મોટી સમસ્યા હતી. અહીં એક જેટી વર્ષોથી જર્જરિત હતી. ત્યારે અહીં નવી જેટી બનાવવા સ્થાનિક માછીમારોએ રાજ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી હતી. જેનું સોમવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ જે જેટી બનવાથી અહીંના માછીમારોનો માલ અહીં ખાલી થવાથી મુંબઈના ભાઉચા ધક્કા સુધી જવાની જરૂર પડશે નહીં. જેના થકી આ વિસ્તારમાં મત્સ્યોધોગનો વધુ વિકાસ થશે અને માછીમારો આત્મનિર્ભર બનશે. આ જેટીના નિર્માણની સાથે અહીં કોલ્ડ સ્ટોરેજ સહિત જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે.

નારગોલ બંદર ખાતે 35.28 લાખના ખર્ચે વોલ કમ જેટીનું ખાતમુહૂર્ત, 800 બોટ માટે ઉપયોગી
દમણગંગા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પી.સી. પટેલ અને નારગોલ માછીમાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ શૈલેષ હોડીવાળાએ જણાવ્યું હતું કે, આ જેટી કમ પ્રોટેક્શન વૉલ આશરે 90 મીટરની લંબાઈ બનાવશે. તેમજ તેની સાથે માછીમારો સરળતાથી અવર-જવર કરી શકે તે માટે અંદાજે પાંચ મીટરનો રસ્તો બનાવવાનું આયોજન છે. હાલની કોરોના મહામારીમાં ઉમરગામના માછીમારો મુંબઈ સુધી જઈ નથી શકતા. જેઓને આ જેટી બન્યા બાદ અનેક રીતે લાભદાયી થશે.ઉલ્લેખનીય છે કે, નારગોલ બંદર અને ઉમરગામ બંદર ખાતેની જેટી જર્જરિત છે. જેને કારણે નારગોલના માછીમારોએ વલસાડના ધોલાઈ બંદર સુધી જવું પડતું હતું. તેમાં પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ત્યારે અહીં નવી જેટ બનાવવા ઉપરાંત નારગોલ ઉંમરગામ સહિતના અન્ય સાત બંદરો પર પણ નવી જેટી બનાવવાની મંજૂરી મળી છે. ત્યારે આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાના માછીમારો માટે જેટીને લઈને તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશે તેવો આશાવાદ માછીમારોમાં અને બોટમાલિકોમાં જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.