ETV Bharat / state

વાપીના છીરી-રાતા ગામે અકસ્માતમાં કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રક પલ્ટી - ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ

વલસાડ : વાપી નજીક છીરી-રાતા ગામના મુખ્ય માર્ગ પર કેમિકલ હેઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રક પલ્ટી ગઈ હતી. જેના કારણે માર્ગ પર મોટાપાયે હેઝાર્ડ વેસ્ટ ફેલાયો હતો. જેથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. હેઝાર્ડ વેસ્ટ ઠલવાયા બાદ GPCBના અધિકારીઓએ સ્થળ પર પહોંચી આ હેઝાર્ડ વેસ્ટ કઈ કંપનીનો છે, તેની તપાસ હાથ ધરી છે. ત્યારે આ અકસ્માતથી વાપીની GIDCમાં કેમિકલ વેસ્ટનો વેપલો આજે પણ ધમધોકાર ચાલતો હોવાનો ખુલાસો થયો છે.

vapi
વાપી
author img

By

Published : Jan 20, 2020, 9:41 AM IST

વાપી નજીક છીરી અને રાતા ગામથી કપરાડા-પારડી તરફ જતા માર્ગ પર એક ટ્રકનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકે એક આઈશર ટેમ્પોને અડફેટે લઈ લેતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. જેમાંથી 4 ટન જેટલો હેઝાર્ડ વેસ્ટ માર્ગ પર ઠલવાઇ જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનામાં આઈશર ટેમ્પોને પણ મોટું નુકસાન થયુ હતું. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

વાપી

ઘટનાની જાણ થતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતાં. GPCBના અધિકારી રાજેશ મહેતાએ આ વેસ્ટ અંગે જણાવ્યું હતું કે, સાંજે પાંચ વાગ્યા આસપાસ આ ટ્રક ચાલક ટ્રક લઈને જતો હતો. ત્યારે, સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા નજીકમાં રિવર્સ આવી રહેલ ટેમ્પો સાથે અકસ્માત થયો હતો. જે બાદ ટ્રક પલ્ટી મારી જતા તેમાં રહેલો હેઝાર્ડ વેસ્ટ માર્ગ પર ઠલવાયો હતો. હાલ આ કઈ કંપનીનો છે? કેટલો નુકસાનકારક છે. તે અંગે તપાસ હાથ ધરી સેમ્પલો લીધા છે. જેમાં તપાસ બાદ જે તે કસૂરવાર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કપરડામાં એક ખાનગી જગ્યામાં વાપીથી ટ્રકમાં ભરેલ હેઝાર્ડ વેસ્ટની 3 જેટલી ટ્રક પકડાઈ હતી. જેમાં છીરી ગામના સરપંચ પુત્રનું નામ બહાર આવ્યું હતું અને GPCBએ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. ત્યારે આ મામલે GPCBની તપાસમાં જ કંપની અંગે ખુલાસો થશે. જો કે, એ સાથે એટલું ચોક્કસ કહી શકાય કે, વાપીની GIDCમાંથી કેમિકલ વેસ્ટનો વેપલો આજે પણ ધમધોકાર ચાલે છે. જેને રોકવામાં તંત્ર સદંતર પાંગળુ સાબિત થઈ રહ્યું છે.

Intro:Location :- છીરી-રાતા

વાપી :- વાપી નજીક છીરી-રાતા ગામના મુખ્ય માર્ગ પર કેમિકલ હેઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકનો અકસ્માત થતા, માર્ગ પર મોટાપાયે હેઝાર્ડ વેસ્ટ ઠલવાતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. હેઝાર્ડ વેસ્ટ ઠલવાય બાદ GPCB ના અધિકારીઓએ સ્થળ પર પહોંચી આ હેઝાર્ડ વેસ્ટ કઈ કંપનીનો છે તેની તપાસ હાથ ધરી છે. ત્યારે, વાપીની GIDC માંથી કેમિકલ વેસ્ટનો વેપલો આજે પણ ધમધોકાર ચાલતો હોવાનું આ અકસ્માત બાદ ફરી સામે આવ્યું છે.

Body:વાપી નજીક છીરી અને રાતા ગામથી કપરાડા-પારડી તરફ જતા માર્ગ પર એક ટ્રક નો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકે એક આઈશર ટેમ્પોને અડફેટે લઈ લેતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. જેમાંથી 4 ટન જેટલો હેઝાર્ડ વેસ્ટ માર્ગ પર ઠલવાય જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનામાં આઈશર ટેમ્પોને પણ મોટું નુકસાન થયુ હતું. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતાં. GPCB ના વૈજ્ઞાનિક અધિકારી રાજેશ મહેતાએ આ વેસ્ટ અંગે જણાવ્યું હતું કે સાંજે પાંચ વાગ્યા આસપાસ આ ટ્રક ચાલક ટ્રક લઈને જતો હતો. ત્યારે, સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા નજીકમાં રિવર્સ આવી રહેલ ટેમ્પો સાથે અકસ્માત થયો હતો. જે બાદ ટ્રક પલ્ટી મારી જતા તેમાં રહેલો હેઝાર્ડ વેસ્ટ માર્ગ પર ઠલવાયો હતો. હાલ આ કઇ કંપનીનો છે? કેટલો નુકસાન કારક છે તે અંગે તપાસ હાથ ધરી સેમ્પલો લીધા છે. જેમાં તપાસ બાદ જે તે કસૂરવાર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.

Conclusion:ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કપરડામાં એક ખાનગી જગ્યામાં વાપીથી ટ્રક માં ભરેલ હેઝાર્ડ વેસ્ટની 3 જેટલી ટ્રક પકડાઈ હતી. જેમાં છીરી ગામના સરપંચ પુત્રનું નામ બહાર આવ્યું હતું. અને GPCB એ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. ત્યારે આ મામલે GPCB ની તપાસમાં આ હેઝાર્ડ વેસ્ટ કઈ કંપનીનો અને કોણ લઈ જતું હતું તે તપાસ બાદ જ જાણવા મળશે. જો કે એ સાથે એટલું ચોક્કસ કહી શકાય કે, વાપીની GIDC માંથી કેમિકલ વેસ્ટનો વેપલો આજે પણ ધમધોકાર ચાલે છે. જેને રોકવામાં તંત્ર સદંતર પાંગળુ સાબિત થઈ રહ્યું છે.

Bite :- રાજેશ મહેતા, વૈજ્ઞાનિક અધિકારી, GPCB, વાપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.