ETV Bharat / state

વાપીમાં માથાભારે તત્વોએ કારના કાચ તોડી પતિ-પત્નીને માર માર્યો - National Highway in Vapi

વાપીમાં કેટલાક માથાભારે શખ્સોએ એક વ્યક્તિની કારના કાચ તોડી નુકસાન પહોંચાડી કાર માલિકના કર્મચારી અને તેની પત્નીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા કાર માલિકે અને મારનો ભોગ બનનાર દંપતીએ વાપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વાપી
વાપી
author img

By

Published : Jan 2, 2021, 10:31 AM IST

Updated : Jan 2, 2021, 12:22 PM IST

  • મોંઘીદાટ કારના કાચ તોડ્યા
  • માથાભારે શખ્સોએ દંપતીને માર મારી ધમકી આપી
  • ભોગ બનનાર કાર માલિકે અને દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવી

વાપી : વાપીમાં નેશનલ હાઇવે નજીક આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા મોહંમદ અમીન નામના વેપારીની કારના કાચ તોડી 8 જેટલા માથાભારે શખ્સોએ વેપારીને ત્યાં નોકરી કરતા દંપતીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.

વાપીમાં માથાભારે તત્વોએ મોંઘીદાટ કારના કાચ તોડી પતિ-પત્નીને માર માર્યો

શું હતી ઘટના
આ અંગે મળતી વિગતો મુજબ નેશનલ હાઇવે નંબર 48 નજીક યુનિયન બેંકની બિલ્ડિંગમાં ઉપરના માળે રહેતા મોહમ્મદ અમીન રાત્રે 11 વાગ્યા આસપાસ પોતાના ઘરે આવ્યો હતો. તેમની કારને બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરી ઘરે ગયો હતો. જે દરમ્યાન કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની મોંઘીદાટ કારના કાચ તોડી કારને નુકસાન પહોંચાડી નાસી છૂટ્યા હતાં.

ઘરે આવી માર માર્યો

જોકે, એ જ અરસામાં તેમને ત્યાં નોકરી કરતા મોહમ્મદ રફીઉલ્લા નામના શખ્સે તેને જાણ કરી હતી કે, તેમના ઘરે 8 જેટલા લોકોએ આવી તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હુમલાખોરોએ તેમની પત્નીને પણ માર મારી શેઠને ફોન કરવા જણાવી ત્યાંથી નાસી છૂટ્યા હતાં.

8 જેટલા માથાભારે શખ્સોએ માર મારી ધમકી આપી

આ ઘટનાથી ગભરાયેલા મોહંમદ અમીને તાત્કાલિક 100 નંબર પર ફોન કરી વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના કર્મચારીના ઘરે જઇ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઝાકીર ખાન, શાકિર ખાન, સાજીદ ખાન, મુસીર ખાન, બીટ્ટુ નામના માથાભારે શખ્સો સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

ઘટના CCTV માં રોકોર્ડ થઇ હોવાની આશા

આ શખ્સો એજ કારના કાચ તોડી નુકસાન કર્યું હોવાની શંકા પણ કાર માલિકે સેવી છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાર માલિકે કારમાં નુકસાન કરનારાઓને શોધી કાઢવા બિલ્ડિંગમાં કાર્યરત બેંકના અને બાઇક શો રૂમના CCTV કેમેરા ચેક કરવાની ભલામણ પણ પોલીસને કરી છે.

કાર માલિકે ન્યાયની માંગ કરી

મોંઘીદાટ કારમાં લાખ રૂપિયા ઉપરનું નુકસાન કરનાર અને કર્મચારીને તેમજ પત્નીને માર મારનાર શખ્સો સાથે કોઈ જ જૂની અદાવત ના હોય તેમ છતાં માથાભારે તત્વોએ આ ગંભીર કૃત્ય કર્યું છે. ત્યારે કાર માલિકે ન્યાયની માંગ કરી છે. જોકે, હાલ આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી તેવો રોષ પણ કાર માલિકે ઠાલવ્યો હતો.

Last Updated : Jan 2, 2021, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.