- બિનવારસી કારમાં મીણીયા થેલામાં મળી આવ્યો ગાંજો
- બે ઈન્ડિગો ફલાઇટની મળી આવી ટિકિટ
- બિનવારસી કારચાલક સામે નોંધાયો ગુનો
વલસાડ: વેજલપુર પહાડ ફળિયામાંથી ખુલ્લી જગ્યામાં બિનવારસી હાલતમાં કાર મળી આવી હતી અને કારની તપાસ કરતાં અલગ મીણીયા કોથળાઓ તેમજ કાગળ ઉપર સેલોટેપ ચોંટેડેલા પાર્સલ પેકેજના 5 નંગ મળી આવ્યા હતા.
36.152 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો
ખુલ્લી જગ્યામાં મળેલી કારમાં પોલીસે તપાસ કરતા શંકા મુજબ વિવિધ થેલામાં કાગળ અને સેલોટેપ ચોંટાડેલા પાર્સલ મળ્યા. જેમાંથી ખોલીને જોતા કિંમત ૩.૬૧.૫૨૦નો ૩૬.૧૫૨ કિલોગ્રામ ગાંજો મળી આવતા પોલીસ ગાંજો કબ્જે કરીનેે તપાસ હાથ ધરી હતી.
પોલીસને તપાસમાં બે ઈન્ડિગો ફલાઇટની ટિકિટ પણ મળી
પોલીસને તપાસમાં કારમાંથી બે ભૂરા અને સફેદ કલરની કાળા અક્ષરના લખાણ વાળી ઈન્ડિગો ફ્લાઇટ ટિકિટ મળી આવી. જે ટિકિટ અમદાવાદથી હૈદરાબાદ અને હૈદરાબાદથી વિશાખાપટ્ટનમ્ ફ્લાઈટની હતી. 21 જાન્યુઆરીની ટિકિટ પર નામ રાજસ્થાનના ભીલવાડા ગામે ગંગાપુરમાં રહેતા કહાર નાથુલાલના નામે હતી. વલસાડ પોલીસે ગાંજો કબ્જે કરી FSLને સોંપવામાં આવી છે અને બિનવારસી કારચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.