ETV Bharat / state

પુત્રએ સંબંધી સાથે મળી પિતાને ઉતાર્યા મોતને ઘાટ, હત્યાને અકસ્માતમાં ખપાવવા પણ રચ્યો કારસો

વલસાડના ડુંગરી નજીકમાં આવેલા ધનોરી ગામે ત્રણ દિવસ પેહલા એક ખેતરમાં 28 વર્ષીય આધેડની લાશ મળી આવી હતી. મૃતકના પુત્રનું કેહવુ હતું કે, તેના પિતાનું મોત ખેતરમાં કરંટ લાગવાથી થયું છે. જો કે, આ વાત પોલીસને ગળે ન ઉતરતા તપાસ હાથ ધરી હતી. જેમાં ખુદ પુત્રએ સંબંધીઓ સાથે મળી પિતાની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. આ પાછળ કારણ કંઈક એમ હતું કે, પિતાના પ્રેમ સંબંધ અને તેના કારણે પુત્રને સંપત્તિમાં ભાગ ન મળવાની શંકા.

In Valsad, son kills father
In Valsad, son kills father
author img

By

Published : Mar 1, 2020, 7:49 PM IST

વલસાડ: જિલ્લાના ધનોરી ગામે પટેલ ફળિયામાં રહેતા રમેશભાઈ કલ્યાણભાઈ પટેલના પત્નીનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. જે બાદ પુત્ર અને પિતા એકજ મકાનમાં ઉપર-નીચે રેહતા હતા. રમેશભાઈ અતુલ કંપનીમાં નોકરી કરતા હતા અને તેમને નજીકના એક ગામની મહિલા સાથે પ્રેમ સબંધ હતો. આ મહિલા અવાર નવાર રમેશભાઈના ઘરે આવતી હતી. જે બાબતે પુત્ર મેહુલ સાથે પિતાનો ઝગડો થયો હતો.

મેહુલ તેના પિતાના આ સંબંધથી ત્રાસી ગયો હતો. મેહુલને શંકા હતી કે પિતા પોતાની સંપત્તિ તેના ઘરે આવતી મહિલાને નામે કરી દેશે. જેના કારણે મેહુલે તેના સાળા પ્રકાશ અને નરેશની સાથે કામ કરતાં વિવેકસિંહ નામના વ્યક્તિ સાથે 15 ફેબ્રુઆરીના રોજ પિતાની હત્યાનો પ્લાન ઘડી કાઢયો હતો.

વલસાડમાં પુત્રએ સબંધી સાથે મળી પિતાને ઉતાર્યા મોતને ઘાટ, હત્યાને અકસ્માતમાં ખપાવવા પણ રચ્યો કારસો

ત્રણ દિવસ પહેલાં રમેશભાઇ તેમના ખેતરમાં રાત્રે પાણી વાળવા ગયા હતા, ત્યારે આ ત્રણેય ઇસમોએ ભેગા મળી રમેશભાઈને માથાના અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા મારી રમેશભાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા.

મૃતકના મૃતદેહને ઈલેક્ટ્રીક થાંભલાની નજીક મુકી બીજે દિવસે સવારે પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું કે, મૃતકને ઇલેક્ટ્રીક કરંટ લાગવાથી તેનું મોત થયું છે. જોકે સ્થળ પર પહોંચેલી પોલીસને આ સમગ્ર બાબત ગળે નહીં ઉતરતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ તપાસમાં ખુદ પુત્રએતેના સંબંધીઓ સાથે મળીને પિતાની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે મેહુલ પ્રકાશ નરેશ અને વિવેકસિંહની પોલીસે ધરપકડ કરી છે અને તેમની સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.