ETV Bharat / state

વલસાડમાં રાજ્યપ્રધાન કિશોર કાનાણીએ 6 તાલુકાના વિકાસ માટે 1,107 કામોને આપી મંજૂરી

વલસાડ જિલ્લામાં કલેક્ટરે ઓફિસના સભાખંડમાં વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય કક્ષાના આરોગ્‍ય પ્રધાન અને વલસાડ જિલ્‍લાના પ્રભારી કિશોર કાનાણી ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડમાં રાજ્યપ્રધાન કિશોર કાનાણીએ 6 તાલુકાના વિકાસ માટે 1,107 કામોને આપી મંજૂરી
વલસાડમાં રાજ્યપ્રધાન કિશોર કાનાણીએ 6 તાલુકાના વિકાસ માટે 1,107 કામોને આપી મંજૂરી
author img

By

Published : Jun 1, 2021, 1:55 PM IST

  • ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ વલસાડમાં વર્ષ 2021-22નું જિલ્લાનું આયોજન
  • જિલ્લાના છ તાલુકાના વિકાસ માટે 4,398 લાખ રૂપિયાના 1,107 કામ મંજૂર કરાયા
  • વલસાડના પ્રભારી પ્રધાન કિશોર કાનાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

વલસાડઃ જિલ્લાની આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં પ્રધાને વર્ષ 2021-22ના ન્‍યુ ગુજરાત પેટર્ન હેઠળ 4,398.93 લાખ રૂપિયાના 1,107 કામો માટેના આયોજનને મંજૂરી આપી હતી, જે અંતર્ગત વલસાડ તાલુકાના અટગામ પોકેટના 141 કામો માટે 334.96 લાખ રૂપિયા, રોણવેલ પોકેટના 128 કામો માટે 284.32 લાખ રૂપિયા, પારડી તાલુકાના 157 કામો માટે 482.65 લાખ રૂપિયા, વાપી તાલુકાના 126 કામો માટે 264.79 લાખ રૂપિયા, ધરમપુર તાલુકાના 175 કામો માટે 812.70 લાખ રૂપિયા, કપરાડા તાલુકાના 229 કામો માટે 1665.20 લાખ રૂપિયા અને ઉમરગામ તાલુકામાં 151 કામો માટે 554.31 લાખ રૂપિયાના વિવિધ કામો જુદા જુદા સદરે મંજૂર કરવામાં આવ્‍યા છે.

ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ વલસાડમાં વર્ષ 2021-22નું જિલ્લાનું આયોજન

આ પણ વાંચો- રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ વધારવા આપવામાં આવી મંજૂરી

પાક કૃષિના 83 કામને પણ આપવામાં આવી મંજૂરી

પાક કૃષિના 83 કામો માટે 411.77 લાખ રૂપિયા, હોર્ટિકલ્‍ચરના 7 કામો માટે 16.93 લાખ રૂપિયા, ભૂમિ અને જળ સંરક્ષણ હેઠળ 7 કામો માટે 0.11 લાખ રૂપિયા, પશુપાલનના 56 કામો માટે 159.28 લાખ રૂપિયા, ડેરી વિકાસના 14 કામો માટે 17.14 લાખ રૂપિયા, મત્‍સ્‍યોદ્યોગના 7 કામો માટે 10.58 લાખ રૂપિયા, વન નિર્માણના 7 કામો માટે 7.41 લાખ રૂપિયા, સહકારના 7 કામો માટે 7.40 લાખ રૂપિયા, ગ્રામ વિકાસના 75 કામો માટે 211.68 લાખ રૂપિયા, નાની સિંચાઇના 61 કામો માટે 565.33 લાખ રૂપિયા, વિસ્‍તાર વિકાસના 14 કામો માટે 54 લાખ રૂપિયા, વિજળી શક્તિના 21 કામો માટે 95.47 લાખ રૂપિયા, ગ્રામ્‍ય અને લઘુ ઉદ્યોગના 84 કામો માટે 153.68 લાખ રૂપિયા, માર્ગ અને પૂલના 111 કામો 338.69 લાખ રૂપિયા, નાગરિક પૂરવઠાના 7 કામો માટે 4.13 લાખ રૂપિયા, સામાન્‍ય શિક્ષણ માટેના 96 કામો માટે 386.16 લાખ રૂપિયા, તાંત્રિક શિક્ષણના 84 કામો માટે 21.48 લાખ રૂપિયા, જાહેર આરોગ્‍ય અને તબીબીના 84 કામો માટે 320.78 લાખ રૂપિયા, પાણી પૂરવઠો અને મૂડી ખર્ચ માટેના 83 કામો માટે 783.22 લાખ રૂપિયા, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના કલ્‍યાણના 54 કામો માટે 190.51 લાખ રૂપિયા, શ્રમ અને રોજગારના 84 કામો માટે 47.10 લાખ રૂપિયા, પોષણના 26 કામો માટે 174.17 લાખ રૂપિયા, મધ્‍યાહન ભોજન યોજનાના 35 કામો માટે 187.50 લાખ રૂપિયા અને વલસાડ છૂટા છવાયા વિસ્‍તાર 4 ટકાના 14 કામો માચે 35.95 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.

જિલ્લાના છ તાલુકાના વિકાસ માટે 4,398 લાખ રૂપિયાના 1,107 કામ મંજૂર કરાયા

આ પણ વાંચો- ભાવનગર યુનિવર્સિટીએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી સરકાર પાસે માગી2 વર્ષ દરમિયાન મંજૂર થયેલા કામોમાં થયેલા ફેરફારો તથા બચત રકમના કામોની મંજૂરીને બહાલી

પ્રધાને વર્ષ 2020-21 દરમિયાન ન્‍યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ મંજૂર થયેલા કામોની સમીક્ષા કરી હતી. તે દરમિયાન પ્રધાને અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી કે, કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરીને તેના સી. સી. સર્ટિફિકેટ મેળવીને તેની વિગત સંબધિત આદિજાતિ વિકાસના પોર્ટલ પર મુકાઈ જવી જોઈએ. આ ઉપરાંત કામની અગત્‍યતા ધ્‍યાનમાં રાખી અગ્રતા મુજબ કામોનું આયોજન કરી કામો પૂર્ણ કરવા પર વિશેષ ભાર આપ્‍યો હતો. બેઠકના પ્રારંભે વલસાડ કલેકટર આર. આર. રાવલે પ્રધાનને વલસાડ જિલ્‍લાના વર્ષ 2021-22ના થયેલા આયોજન અંગે જાણકારી આપી હતી.

વલસાડના પ્રભારી પ્રધાન કિશોર કાનાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ બેઠકમાં વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલ, જિલ્‍લા પંચાયત વલસાડના પ્રમુખ અલકા શાહ, વલસાડ, પારડી, ધરમપુર અને કપરાડાના ધારાસભ્‍યો ભરત પટેલ, કનુ દેસાઈ, અરવિંદ પટેલ અને જિતુ ચૌધરી, વલસાડ જિલ્લા કલેક્ટર આર. આર. રાવલ, જિલ્‍લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી નાયબ કલેકટર એન. એ. રાજપૂત, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ શર્મા, પ્રાયોજના વહીવટદાર બી. કે. વસાવા, જિલ્લા આયોજન અધિકારી મનીષ ગામીત તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.