ETV Bharat / state

વલસાડ જિલ્લામાં 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 2ના મોત, 9 ડિસ્ચાર્જ

કોરોનાનું સંક્રરમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં 14 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં.

author img

By

Published : Aug 2, 2020, 9:55 PM IST

વલસાડ જિલ્લામાં 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 2 ના મોત, 9 ને રજા

વલસાડઃ જિલ્લામાં પણ કોરોના કહેર અટકવાનું નામ નથી લેતો, જિલ્લામાં રવિવારે વધુ 2 દર્દીઓના મોત નિપજ્યા હતાં. 14 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. 9 દર્દીઓ સારવારમાંથી સારા થતા તેમને રજા આપવામાં આવી હતી.

જિલ્લાના કુલ કેસની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 685 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 404 દર્દીઓ સારા થતા તેને રજા આપવામાં આવી છે. હજુ પણ 207 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જિલ્લામાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 8 મોત થયા છે અને અન્ય કારણોસર મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 66 છે. બહારથી આવેલા અને મોતને ભેટ્યા હોય તેવા 3 દર્દીઓ સાથે અત્યાર સુધીમાં કુલ મૃત્યુની સંખ્યા 77 થઈ છે.

જિલ્લામાં કુલ ક્વોરેન્ટાઇન દર્દીઓની સંખ્યા જોઈએ તો 482 દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇન છે. 47 દર્દીઓ સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન છે. 85 દર્દીઓ પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન છે. કુલ 614 દર્દીઓ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

તાલુકા મુજબ દર્દીઓની વિગતો જોઈએ તો, વલસાડ તાલુકામાં કુલ 214 કોરોના પોઝિટિવ કેસમાંથી 92 સારવાર હેઠળ, 106 ડિસ્ચાર્જ, 16ના મોત થયા છે. પારડી તાલુકાના 92 પોઝિટિવ દર્દીઓમાંથી 31 સારવાર હેઠળ, 47ને રજા 14 મોતને ભેટ્યા છે. વાપી તાલુકામાંથી 289 કુલ પોઝિટિવ જેમાં 54 સારવાર હેઠળ, 198 ડિસ્ચાર્જ, 37 મોતને ભેટ્યા, ઉમરગામ તાલુકામાં 49 માંથી 16 સારવાર હેઠળ, 27ને રજા અપાઈ 6 ના મૃત્યુ, ધરમપુર તાલુકામાં 16માંથી 06 સારવાર હેઠળ, 09ને સારવારમાંથી મુક્તિ 1 નું મોત, કપરાડા તાલુકામાં 25 માંથી 08 સારવાર હેઠળ, 17ને રજા અપાઈ એકપણ મોત નથી થયું.

વલસાડ જિલ્લામાં જિલ્લા બહારના દર્દીઓને પણ સારવાર અપાઈ છે. જેમાં કુલ 41 દર્દીઓમાંથી 34 દર્દીઓ સ્વસ્થ થયા છે. 4 લોકો હજુ સારવાર હેઠળ છે અને 3 લોકો મોતને ભેટ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.