દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શુક્રવારે 35 અને દમણમાં 14 દર્દીઓ નોંધાયા બાદ શનિવારે દમણમાં 23 અને દાદરા નગર હવેલીમાં 14 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ તરફ વલસાડમાં પણ શનિવારે 19 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં.
કોરોના બ્લાસ્ટ: સંઘપ્રદેશ દમણમાં 23, વલસાડમાં 19 દર્દીઓ કોરોના પોઝિટિવ સંઘપ્રદેશ દમણમાં શનિવારે 23 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. દમણમાં આ કેસ સાથે કુલ એક્ટિવ કેસ 90 થઇ ગયા છે. જ્યારે શનિવારે 9 લોકોને ડિસ્ચાર્જ કરવા સાથે કુલ 63 દર્દીઓને સારવાર પૂર્ણ થતા સાજા થઇ જતા રજા અપાઈ છે. દમણમાં શનિવારે વધુ 23 કેસ નીકળતા નવા 7 કન્ટેનમેન્ટ ઝોન સાથે પ્રદેશમાં 50 કન્ટેનમેન્ટ ઝોન થયા છે.
કોરોના બ્લાસ્ટ: સંઘપ્રદેશ દમણમાં 23, વલસાડમાં 19 દર્દીઓ કોરોના પોઝિટિવ શનિવારે નોંધાયેલ 23 કેસમાંથી 10ની ટ્રાવેલ હિસ્ટ્રી છે અને તેઓને ક્વોરેન્ટાઇન કરાયા હતાં. જ્યારે 4 દર્દીઓ હાઇરિસ્ક દર્દીના સંક્રમણમાં આવવાથી સંક્રમિત થયા છે. હાલ તમામને આઇશોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડાયા છે. આજે નોંધાયેલા દર્દીઓમાં દુણેઠા, કચિગામ, નાની દમણ પાલિકા વિસ્તારનો સમાવેશ થાય છે.
કોરોના બ્લાસ્ટ: સંઘપ્રદેશ દમણમાં 23, વલસાડમાં 19 દર્દીઓ કોરોના પોઝિટિવ તો, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શુક્રવારે એક સાથે 35 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ શનિવારે વધુ 14 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં 2 બહારના દર્દીઓ છે. તો 2 ખાનવેલના દુકાનદાર છે. 4 નવા કેસ છે. જ્યારે 6 અન્ય હાઇરિસ્ક દર્દીઓના સંક્રમણમાં આવવાથી સંક્રમિત થયા છે. પ્રદેશમાં કુલ 102 એક્ટિવ દર્દીઓ છે. જ્યારે 68 રિકવર થયા છે. 3 કેસ બહારના છે. શનિવારે 23 નવા દર્દીઓ નોંધાયા બાદ 4 નવા કન્ટેનમેન્ટ ઝોન નોંધાયા છે. જેમાં ચંપાબેનની ચાલ સેલવાસ, આમલી સાંઈબાબા મંદિર નજીક, અજયભાઈની ચાલ સેલવાસ અને સોમાભાઈની ચાલ સામરવરની મળી કુલ 50 કન્ટેનમેન્ટ ઝોન નોંધાયા છે. વલસાડ જિલ્લામાં શનિવારે 19 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેમાં વલસાડ તાલુકાના 6, પારડી તાલુકાના 5, વાપી તાલુકાના 6, ધરમપુર અને ઉમરગામ તાલુકાના 1-1 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો હતો. નોંધાયેલા દર્દીઓમાં આજ સુધીની વિગતો જોઈએ તો કુલ 203 કેસો પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 71 દર્દીઓ સાજા થયા છે. 5 દર્દીઓનું મોત નીપજ્યું છે. અને બાકીના દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.