ETV Bharat / state

નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવા મળી સિદ્ધાંતિક મંજૂરી, આદિજાતી પ્રધાન રમણલાલ પાટકરે આપી માહિતી

author img

By

Published : Jun 25, 2021, 6:04 PM IST

ગુજરાત રાજ્યના વન અને આદિજાતિ વિકાસના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ઉમરગામ નારગોલ ખાતે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ 4,800 કરોડના ખર્ચે નારગોલ બંદર વિકસાવવા મંજુરી આપવામાં આવી છે. આ બંદર બનવાને કારણે આસપાસના વિસ્તારના લોકોને રોજગારીની નવી તકો મળશે સાથે જ માછીમારો માટે પણ અહીંથી દૂર સુધી માછીમારી કરવા જવા તેમજ પોતાની હોડીઓને લાંગરવા માટે એક નવી જેટી બનાવવામાં આવશે, જેથી માછીમારોને પણ મોટી રાહત મળશે.

વલસાડ
વલસાડ

  • નારગોલ બંદર PPP મોડલને BOOTના ધોરણે વિકસાવવામાં આવશે
  • નારગોલ બંદર દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના દરિયાઇ વેપાર માટેનું મહત્વનું પોર્ટ બનશે
  • મૂળ ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરે કરી વિશેષ વાતચીત

વલસાડ: ઉમરગામ દરિયાકિનારે આવેલા નારગોલ ખાતે ગ્રીનફિલ્ડ રોબોટ બનાવવા ગુજરાત સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અને તે માટે અંદાજિત 51,816 રૂપિયાનું ટેન્ડર પોસ્ટ કરવામાં આવ્યું છે, જેને લઇને હવે આગામી દિવસમાં ઉમરગામ નારગોલ ખાતે દરિયાકિનારે બંદર બનશે એ વાત ચોક્કસ નક્કી થઈ ગઈ છે. જો કે, બંદર બનવાને લઈને આ વિકાસના કામોમાં કેટલાક લોકોએ અગાઉ પણ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ માછીમારો માટે નારગોલ બંદર બનતાની સાથે જ તેઓને હોડીઓ પાર્ક કરવાની મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જશે. સામાન્ય રીતે હાલમાં અહીંના તમામ માછીમારોને જાફરાબાદ કે જખૌ જેવા બંદરો ઉપર પોતાની હોડીઓ લઈ માછીમારી કરવા જવું પડે છે.

આદિજાતી પ્રધાન રમણલાલ પાટકરે આપી માહિતી

આ પણ વાંચો: વલસાડમાં 18 બિસ્માર રસ્તાનું કરાશે નવીનીકરણ, પ્રધાન રમણ પાટકરે કર્યું ખાતમુહૂર્ત

નારગોલ બંદરનું નિર્માણ થતા રોજગારીની નવી તકો ઊભી થશે

વલસાડ જિલ્લાના 40 કિલોમીટરના દરિયા કિનારા ઉપર ઉમરગામ એટલે કે, મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલા નારગોલ ખાતે ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે નારગોલ બંદર અને વિકસાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અને જે માટે અંદાજીત રૂપિયા પ્રથમ ફેઝમાં 3,800 કરોડના સંભવિત રોકાણ સાથે આ પોર્ટ મલ્ટીફન્કશન પોર્ટ તરીકે કાર્યરત થશે જેમાં સોલિડ લિક્વિડ તેમજ કન્ટેનર કાર્ગો હેન્ડલિંગ માટે સક્ષમ બનશે. આ પ્રથમ ફેઝમાં અંદાજે 40 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા આ પોર્ટ ઉપર વિકસાવવાનું આયોજન છે.

ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉદ્યોગો માટે નારગોલ બંદર મહત્ત્વનું બનશે

ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા ઉંમરગામના નારગોલમાં આગામી દિવસમાં તૈયાર થવા જઈ રહેલા આ બંદરથી ગુજરાત-મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના ઉદ્યોગોને સીધો લાભ થશે કારણ કે, વિવિધ પોર્ટ ઉપર કાર્ગો લઈ જવા અને લાવવા માટેનો મહત્વનો ઉપયોગ નારગોલ ખાતે થઈ શકે તેમ છે અને તે માટેની તમામ તૈયારી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને હાલ બંદરને વિકસાવવા માટે 51,806 કરોડનું ટેન્ડર નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: તિથલ બીચ ફેસ્ટિવલના પ્રથમ દિવસે કાગડા ઉડ્યાં

માછીમાર ભાઈઓ માટે મેરિટાઇમ બોર્ડના સહયોગથી નવી જેટી ઊભી કરાશે

સામાન્ય રીતે વલસાડ જિલ્લાના કોસંબાથી લઇ ઉમરગામ સુધીના દરિયાકિનારે વસવાટ કરતાં માછીમારો પોતાની આજીવિકા રળવા માટે માછીમારી કામગીરી કરતા હોય છે અને તે માટે તેમણે જાફરાબાદ, ઓખા, જખૌ જેવા બંદરો ઉપર પોતાની બોટ લઈને જવું પડતું હોય છે. વળી ત્યાં આગળ પણ તેમની બોટ અને પાર્ક કરવા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે નારગોલ ખાતે આગામી દિવસમાં બનવા જઇ રહેલા બંદર સાથે મેરીટાઇમ બોર્ડ દ્વારા અને તેમના સહયોગથી એક નવી જેટ્ટી ઊભી કરવામાં આવશે, જ્યાં આગળ મોટી સંખ્યામાં માછીમારોની બોટ પાર્ક કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. નોંધનીય છે કે આ બંદર માં નારગોલ માંગેલ વાડ તેમજ નારગોલ બંદર સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડી રહી છે ત્યારે આગામી દિવસમાં હવે નારગોલ બંદર વિકસાવવા આપવા માં આવશે તે નક્કી થઈ ચૂક્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.