- આદિવાસી સમાજ ના લોકો માટે કલ્પવૃક્ષ સમું મહુડાનું વૃક્ષ
- ફૂલમાં થી બને છે દેશી દારૂ,જે માલિશ માટે ઇજાઓ માટે ઉપયોગી
- ઝાડની છાલ ફેક્ચર થયું હોય તો એવા સમયે હાડવૈદ ઉપયોગી
વલસાડ: સમગ્ર દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના આદિવાસી ક્ષેત્રમાં આવેલા જંગલોમાં મોટા કદનું વૃક્ષ છે એટલે કે મહુડો જેને વિવિધ વિસ્તારમાં મહુડી કે મહુવાના નામે પણ ઓળખવામાં આવે છે જેના મૂળ ફુલ છાલ તેમજ બીજ દરેક રીતે આદિવાસી સમાજની પ્રજા માટે ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે અને એ એ જ કારણ છે કે આદિવાસી વિસ્તારમાં આજે પણ આ વૃક્ષને કોઈક આવતુ નથી કારણ કે તે આદિવાસી સમાજના લોકો માટે કલ્પવૃક્ષ સમાન બની રહ્યું છે.
મહુડાનાં બીજ માંથી તેલ કઢાવવા માટે લાંબી કતારો
ધરમપુર અને કપરાડા વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકો હાલ જૂન-જુલાઈ માસમાં મહુડાના બીજ માંથી તેલ કઢાવવા માટે અનેક ઘાણીની મિલ ઉપર લાઈનો લાગાવી છે. કારણ કે સામાન્ય રીતે બજારમાં મળતું તેલ આદિવાસી સમાજ ન લોકો ખરીદી શકે એમ નથી કારણ કે રોજ કમાઈ ને રોજ ખાનારા લોકોને 2700 રૂપિયાનો એક ડબ્બો ખરીદી ન શકે. એટલે તેઓ મહુડાના વૃક્ષના બીજ વીણીને એકત્ર કરી ને તેનું તેલ બનાવીને ઉપયોગમાં લે છે.
આ પણ વાંચો : MS Universityની વિદ્યાર્થિની આદિવાસી વિસ્તારમાં એકલી જઈને લોકોને કોરોનાની વેક્સિનનું મહત્વ સમજાવી રહી છે
રાત્રીના અંધકારમાં મહિલાઓ બાળકો દિવાના અજવાસે બીજ વિણે છે
મહુડાના તેલ મેળવવા માટે આદિવાસી સમાજની મહિલાઓ માટે ખૂબ મહેનત માંગી લે છે. રાત્રી દરમિયાન મહિલાઓ જંગલમાં દિવા કે બેટરીના પ્રકાશે એક એક બબ્બે બીજ એકત્ર કરી ને 20 કિલો સુધી એકત્ર કર્યા બાદ તેની અંદરના મુખ્ય ઘટક અને બીજ ને છૂટા પાડી સુકવીને, તેનું તેલ બનાવવા માટે ઘાણી સુધી લઈ જાય છે. અને એજ તેલ સમગ્ર વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે. આદિવાસી સમાજના લોકો આ તેલ કોઈ ને પણ વેચાણ થી આપતા નથી.
આ પણ વાંચો : જરૂરિયાતમંદ આદિવાસી વિસ્તારના રહિશોને કીટ વિતરણ
ઝીરો કોલેસ્ટ્રોલ અને મધુપ્રમેહ ના દર્દી માટે પણ ઉત્તમ માનવામાં આવે છે
મહુડીના દોડા માંથી નીકળતું તેલ જે ઉપયોગ માં લેવામાં આવે છે તે વિજ્ઞાનિક દ્રષ્ટિ એ જોઈએ તો ઝીરો કોલેટ્રોલ તેમજ ડાયાબિટીસના દર્દી માટે પણ ખૂબ ઉપયોગી છે. જેને લઈ આરોગ્ય માટે પણ હિતપ્રદ છે. ખાવામાં થોડું કડવાશ પડતું હોવાથી સામાન્ય વર્ગના લોકો તેને ખાવા માં ઉપયોગ માં લેતા પહેલા વિચારે છે. આ તેલ દુખાવા ઉપર કે સાંધાના રોગો ઉપર માલિશ કરવામાં પણ ફાયદા કારક હોવાથી તેની માંગ હાડવૈદમાં પણ વધુ રહે છે