ETV Bharat / state

ETV Bharat ઇમ્પેક્ટ, વલસાડના ખોબા ગામમાં એક મહિના પછી અજવાળુ પથરાયુ

વલસાડઃ ધરમપુરથી 50 કિલોમીટર દુર મહારાષ્ટ્રની બોર્ડરની અડીને આવેલા ખોબા ગામમાં 1 મહિનાથી વિજપુરવઠો બંધ હતો. જેના કારણ ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.આ અંગે ETV Bharatના ગ્રાઉન્ડ ઝીરો અહેવાલના પ્રત્યાઘાત પડયા હતાં. ETV Bharatના રિપોર્ટના પગલે એક મહિના પછી આ ગામમાં અજવાળુ થયુ હતું.

ETV Bharatના અહેવાલનો પડઘો, વલસાડના ખોબા ગામમાં એક મહિના પછી અજવાળુ પથરાયુ
author img

By

Published : Jun 27, 2019, 6:27 PM IST

વલસાડાનાં ખોબા ગામના લોકો છેલ્લા એક મહિનાથી દીવાનાં અજવાળામાં રસોઈ કરતાં હતાં. વીજળી ન હોવાથી નિયમિત પાણી આવતું નહોતું. તેના લીધે ન્હાવાની, વાસણ ધોવાની, સાફ-સફાઈ સહિતની અનેક સમસ્યાઓ ઉભી થઈ હતી. રાત્રીના સમયે ઝેરી જાનવર અને જીવ-જંતુઓનો ડર પણ ગામલોકોને સતાવી રહ્યો હતો.વીજપુરવઠો અને સરકારી કેરોસીન પણ મળવાનું બંધ થઈ ગયુ છે હોવાથી લોકો અંધારા ઉલેચી રહ્યા હતાં.વારંવાર રજુઆત કરવા છતાં પણ તેમની માગ તંત્રના બહેરા કાન સુધી પહોંચતી નહોતી.

ETV Bharatના અહેવાલનો પડઘો

આ અંગે ETV Bharat છેવાડે આવેલા ખોબા ગામમાં પહોંચી લોકોની સમસ્યા જાણી હતી. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી ETV Bharatએ તંત્રની પોલ છતી કરી હતી. આ અહેવાલ પછી વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર સફાળુ જાગ્યુ હતું. ગુરુવારે આખરે વીજપ્રવાહ પૂર્વવત થયો હતો. મહિના પછી વિજળી આવતા આખા ગામમાં ખુશીની લહેર ફરી વળી હતી. ગ્રામજનોએ ETV Bharatનો આભાર માન્યો હતો.

Intro:ધરમપુર જેવા અંતરિયાળ ગામમાં ૨૪ કલાક વીજળી આપવાની સરકાર વાત કરતી હોય ત્યારે ધરમપુર થી પણ 50 કિલોમીટર દૂર આવેલા નાનકડા એવા ખોબા ગામમાં છેલ્લા એક માસથી વીજ પ્રવાહ ન હોય લોકો છેલ્લા એક માસથી અંધારપટમાં જીવન વ્યતીત કરી રહ્યા હતા આ સમગ્ર બાબત નો અહેવાલ etv ભારતે સૌપ્રથમ જાહેર કર્યો હતો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રિંગ કરી લોકોને સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને અધિકારીઓમાં દોડધામ વધી અને આજે આખરે પૂર્વવત વીજપ્રવાહ ગામમાં શરૂ થયો છે જેને લઇને લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છેBody:ધરમપુર થી 50 કિલોમીટર દૂર આવેલા નાનકડા એવા કોબા ગામમાં છેલ્લા એક માસથી વીજ પ્રવાહ ન મળતા લોકો અંધારપટમાં જીવન વ્યતીત કરી રહ્યા હતા ખાસ કરીને ગામમાં મહિલાઓની હાલત કફોડી બની હતી તેઓને રાત્રી દરમિયાન માત્ર દીવાના પ્રકાશમાં રસોઈ બનાવવી પડતી હતી તો બીજી તરફ સરકારે રાંધણગેસ પૂરું પાડી કેરોસીન બંધ કરી દેતા દિવાનપુરા માં આવતું કેરોસીન પણ તેઓને મળતું ન હતું જેને લઇને દીવો સળગાવવામાં પણ તેઓને મુશ્કેલી પડતી હતી તો બીજી તરફ વીજ કંપનીના કર્મચારીઓ ગામમાં આંટો મારવા તો આવતા હતા પરંતુ વીજ પ્રવાહ સતત એક માસથી બંધ હતો આ સમગ્ર અહેવાલને etv ભારત ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કરી લોકો સમક્ષ મૂકતા આખરે અધિકારીઓમાં દોડધામ વધી ગઇ હતી અને આજે ખૂબ આ ગામમાં પૂર્વવત વીજ પ્રવાહ શરૂ થતા લોકોમાં આનંદની લાગણી અનુભવી રહ્યા છે લોકોએ જણાવ્યું કે etv ભારત લોકોની સાચી અને સત્ય હકીકત ને વાચા આપી રહી છે જેના કારણે જ લોકોને પોતાનો હક મળી રહ્યો છેConclusion:નોંધનીય છે કે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલા ગુજરાતના આ ખોબા ગામમાં 60 થી પણ વધુ ઘરો આવેલા છે અહીં પાણીની સમસ્યા વધુ છે અને જો વીજ પ્રવાહ ન હોય તો ઇલેક્ટ્રિક મોટર વડે પાણી મેળવવું પણ મુશ્કેલ પડી જતી હોય છે ત્યારે એક માસ બાદ અચાનક આજે વીજપુરવઠો આવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી

નોંધ :-તારીખ 24 ના રોજ સમાચાર પ્રસિદ્ધ થયા હતા એમાં થી ફાઇલ ફોટો મેળવી લેશો જી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.