ETV Bharat / state

ધરમપુરના નાની વાહિયાળ ગામે તૌકતેની અસર, 12 સિમેન્ટના પતરા ઉડ્યા - તૌકતે સાઈક્લોન અપડેટ

વિનાશક વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઈ ચૂકયું છે, પરંતુ તેની પાછળ વિનાશ વેરતું ગયું છે. વલસાડ જિલ્લાના અનેક વિસ્તારમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થવા, વીજપોલ ધરાશાયી થવા કે અનેક કાચા અને પાકા મકાનો ઉપર બનાવેલા પતરાના સેટ ઉડી જવાની ઘટનાઓ સામે આવી છે.

tauktae cyclone
tauktae cyclone
author img

By

Published : May 18, 2021, 11:04 PM IST

  • વલસાડ જિલ્લામાં 92 જેટલા ઘરોના પતરા ઉડ્યા
  • 30થી વધુ વૃક્ષો ધરાશાયી થતા કેટલાક વિસ્તારમાં મુખ્ય માર્ગો બંધ થયા
  • ગ્રામીણ કક્ષાએ બનેલી ઘટના તલાટી અને સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણકારી અપાઇ

વલસાડ : વિનાશક વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઈ ચૂકયું છે, પરંતુ તેની પાછળ વિનાશ વેરતું ગયું છે. જિલ્લાના અનેક વિસ્તારમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થવા, વીજપોલ ધરાશાયી થવા કે અનેક કાચા અને પાકા મકાનો ઉપર બનાવેલા પતરાના સેટ ઉડી જવાની ઘટનાઓ સામે આવી છે. વલસાડ જિલ્લામાં 92 જેટલા ઘરોના પતરા ઉડ્યા છે. જ્યારે 30થી વધુ વૃક્ષો ધરાશાયી થતા રોડ બ્લોક થવા નહીં ઘટના બની છે, ત્યારે ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે આદિવાસી પરિવારના ઘર ઉપર મૂકવામાં આવેલા 12 જેટલા સિમેન્ટના પતરા પવન સાથે આવેલા વરસાદમાં ઉડી જતા વરસાદી પાણી ઘરમાં પડ્યું હતું. જેને લઇને માલસામાનને નુકસાન પહોંચ્યો હતો.

ધરમપુરના નાની વાહિયાળ ગામે તૌકતેની અસર

વિનાશક વાવાઝોડાએ ગ્રામીણ કક્ષાએ વધુ વિનાશ વેર્યો

સોમવારના રોજ મોડી સાંજે 60 કિલોમીટરની રફતારે ચાલેલા પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારમાં ખાના ખરાબી સર્જાઇ હતી. ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં અનેક ઘરોના કાચા મકાનના પતરાં ઉડ્યા હતા. તો કેટલાક ઉપર વૃક્ષો પડતા અનેક ઘર માલિકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. વલસાડ જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર 92 જેટલા ઘરોના પતરા ઉડ્યા હતા. જ્યારે 20થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા.

નાની વાહિયાળ
નાની વાહિયાળ

આ પણ વાંચો : ગોત્રી GMERS હોસ્પિટલ બિલ્ડીંગના કાંચનું એલિવેશન પલક ઝપકતા તૂટી પડ્યું

ધરમપુરના નાની વહિયાળ ગામે આદિવાસી પરિવારના ઘરના 12 પતરા ઉડી ગયા, વરસાદી પાણી ઘરમાં પડતા નુકસાન

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે મંદિર ફળિયામાં રહેતા અશોક પટેલને ત્યાં સોમવારે મોડી રાત્રે વાવાઝોડા સાથે આવેલા વરસાદને લઈને તેમના ઘર ઉપર મૂકવામાં આવેલા સિમેન્ટના 12 જેટલા પતરા ઉડી ગયા હતા. જેના કારણે ભારે વરસાદનું પાણી તેમના ઘરમાં પડ્યું હતું અને તેમનો માલ સામાન વરસાદી પાણીમાં ભીંજાઈ ગયો હતો અને ઘરના અનેક રૂમમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેના કારણે સમગ્ર પરિવારને પોતાના ઘરની બહાર રાત વિતાવવાનો સમય આવ્યો હતો. મહત્વનું છે કે, આદિવાસી પરિવાર ઘરમાં હાજર હતો. તે દરમિયાન આ ઘટના બનતા પરિવાર પણ ભયભીત બન્યો હતો. જોકે પરિવારજનોને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચ્યું ન હતું.

નાની વાહિયાળ
નાની વાહિયાળ

આ પણ વાંચો : ભાવનગરથી જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ: જિલ્લામાં વાવાઝોડાની તબાહી, પિતા-પુત્રીના મોત; તો વૃક્ષો-થાંભલા ધરાશાઈ

આ ઘટનાની જાણકારી સરપંચે તાલુકા વિકાસ અધિકારીને કરી હતી

નાની વહિયાળ ગામે અશોકભાઈ પટેલના કાચા મકાન ઉપર મૂકવામાં આવેલા પતરાના શેડ ઉપરથી 12 જેટલા પતરા વાવાઝોડામાં ઊડી જતાં તેમના ઘરોને નુકસાન પહોંચ્યું હતું. જોકે આ ઘટનાની જાણકારી ગામના સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને ટીડીઓને કરવામાં આવતા સરપંચ અને તલાટીની ટીમે સ્થળ નિરીક્ષણ કરી નુકસાનીનો અંદાજનો રીપોર્ટ બનાવી તાલુકા વિકાસ અધિકારીને સુપરત કર્યો છે. આમ વલસાડ જિલ્લામાં મહા વાવાઝોડાએ પસાર થયા બાદ વિનાશ વેર્યો છે. જેની તસવીરો ધીરે ધીરે હવે સામે આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.