- ફણસા ગામે પતિએ કરી પત્નીની હત્યા
- ચાકુથી ઘા મારીને પત્નીની કરી હત્યા
- પતિને છોડી પત્ની પિયર આવી ગઈ હતી
વલસાડ : ઉમરગામ તાલુકાના ફણસા ગામના રહેતા પુનિત મિટના નામના ઇસમે પોતાની પત્ની મમતા મિટના પર ચાકુથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા પત્નીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જ્યારે પતિ આ હૂમલો કરી ફરાર થઈ ગયો છે. મૃતક મમતા 2 સંતાનોની માતા હતી.
પુનિત વારંવાર પત્ની સાથે ઝઘડો કરતો
ફણસા ગામે રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા પુનિત મિટનાના લગ્ન મમતા મિટના સાથે થયા હતા. જે પછી પુનિત વારંવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. ચારિત્ર્ય પર શંકા કરતો હોય તેમ એકવાર તેને સળગાવવાની પણ કોશિશ કરી હતી. મમતા પોતાના 2 સંતાનો સાથે તેના પતિને છોડી પોતાના પિયરે આવી ગઈ હતી.
આ પણ વાંચો : કાંકરેજ તાલુકાના કાકરાળા ગામે પત્નીની હત્યા કેસમાં પતિને આજીવનકેદની સજા ફટકારાઈ
મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ
પિયરે રહેલી પત્નીને પરત લઈ જવા પુનિત અવારનવાર તેના સાસરે આવતો હતો. મમતાના પિતા તેમની દિકરીને ફરી દોજખમાં નાખવા માંગતા ના હોય તેમણે મમતાને તેમના પતિ સાથે મોકલી ન હતી. ગુસ્સે ભરાયેલા પુનિતે ગુરુવારે સાંજે મમતાને મળવા બોલાવી હતી. તેના પેટ, છાતી અને ગળાના ભાગે ચાકુથી હુમલો કરી ફરાર થઈ ગયો હતો. જેમાં ઇજાગ્રસ્ત મમતાને સારવાર માટે પહેલા ભિલાડ અને તે પછી વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.
મહિલાનું પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહનો કબ્જો પરિવારને સોપ્યો
આ મામલે મૃતક મહિલાના ભાઈએ બનેવી સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. મૃતક મહિલાનું પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહનો કબ્જો તેમના પરિવારને સોપ્યો હતો. બે સંતાનની માતા પર તેના જ પતિએ ચાકુથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો -