ETV Bharat / state

કપરાડા તાલુકા પંચાયતમાં આત્મનિર્ભર લોન માટે જાતિના દાખલા મેળવવા ભારે ભીડ - Kaprada News

કપરાડામાં આત્મનિર્ભર લોન માટે આવકના દાખલા કઢાવવા તાલુકા પંચાયત કચેરીએ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ અભાવ જણાય રહ્યા છે.

કપરાડા તાલુકા પંચાયતમાં આત્મનિર્ભર લોન માટે જાતિના દાખલા મેળવવા ભારે ભીડ

author img

By

Published : Sep 26, 2020, 12:03 PM IST

વલસાડઃ ભારત સરકાર દ્વારા હાલમાં આત્મનિર્ભર લોન માટે ખેત મજૂરોને 35,000 ની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે કપરાડામાં પણ અનેક લોકો તેનો લાભ લેવા પડાપડી કરી રહ્યા છે, પરંતુ આત્મનિર્ભર લોન માટે કેટલાક નિયમો છે અને આ નિયમોમાં આવતા લોકોને જ તેનો લાભ મળી શકે તેમ છે પરંતુ તેમ છતાં પણ લોકોને નિયમોની જાણકારીના અભાવે લોકો આવકના દાખલા કઢાવવા માટે તાલુકા પંચાયત કચેરીએ લોકો ઉમટી રહ્યા છે. હાલમાં કોરોનાનો કાળ ચાલી રહ્યો છે તેમ છતાં પણ અહીં ભારે ભીડ અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવ મળી રહ્યો છે.

કપરાડા તાલુકા પંચાયતમાં આત્મનિર્ભર લોન માટે જાતિના દાખલા મેળવવા ભારે ભીડ
સમગ્ર ભારતમાં ખેત મજૂરોને ઘર અને મકાનના સમારકામ માટે આત્મનિર્ભર લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે અને આ લોન મેળવવા માટે કેટલાક નિયમો છે, જેમાં લોન જમીન ન હોય અને ખેતીકામ કરવા પોતાના જિલ્લાથી બીજા જિલ્લામાં જતા હોય એવા લોકો અને માત્ર ખેત મજૂરી કરી આજીવિકા રડતા લોકોને આત્મનિર્ભર લોન મેળવવાને પાત્ર છે. પરંતુ તેમ છતાં પણ કપરાડા તાલુકામાં નિયમો નેવે મૂકીને અનેક ગામના લોકો આત્મનિર્ભર લોન લેવા માટે બેન્ક અને તાલુકા પંચાયત કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે.

લોકોને ખબર જ નથી કે, તેઓને આત્મનિર્ભર લોન મળવા પાત્ર છે કે નહીં. તેમ છતાં પણ લાંબા સાથે ટૂંકા જાય એ મુજબ એક ગામના 5 લોકો દોડ્યા એટલે અન્ય પણ તેમની પાછળ પાછળ તમામ કાગળો કરવા દોડી રહ્યા છે. આમ કપરાડા તાલુકા પંચાયત કચેરીએ સેંકડો લોકો છેલ્લા 1 અઠવાડિયાથી જાતિના દાખલા મેળવવા માટે કપરાડા તાલુકા પંચાયત કચેરીના ગેટ આગળ ઉભા રહે છેં અહીં ગેટ ઉપર એક મહિલા હોમગાર્ડ અને પુરુષ હોમગાર્ડ મુકવામાં આવ્યા છે. છતાં અહીં સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી લોકોની ભારે ભીડ જાતિના દાખલા કઢાવવા માટે કપરાડા તાલુકા પંચાયત ઉપર જોવા મળી રહી છે લોકો નિયમોને આધીન આત્મનિર્ભર લોન માટે લાયક ન હોવા છતાં પણ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.