વલસાડઃ લૉક ડાઉનમાં દરેક ક્ષેત્રે ધંધા રોજગારને સીધી અસર પડી હતી. જોકે લૉકડાઉન 4માં નાના વેપારીઓ માટે સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. જેને પગલે હાલ તો તેઓને રાહત મળી છે. પણ સરકારs એને માટે નિયમો ઘડ્યાં છે. તેનું પાલન વલસાડમાં દુકાનદાર જ નહીં, હોટલ અને રેસ્ટોરન્ટ મeલિક પણ કરી રહ્યાં છે. જોકે રેસ્ટોરન્ટને હમણાં માત્ર પાર્સલ સેવા શરૂ કરવા માટેની છૂટ આપવામાં આવી છે. છતાં વલસાડના રેસ્ટોરન્ટ માલિકો સ્વંય જ આ બાબતમાં કોઈ પણ કચાસ ચલાવી લેવા માગતાં નથી.
વલસાડના તીથલ રોડ ઉપર આવેલ ફૂડ હોલિક નામની રેસ્ટોરન્ટના સંચાલક ભાસીન દેસાઈએ જણાવ્યું કે સરકારના નિયમોનું પાલન ફરજિયાતપણે કરી રહ્યાં છીએ, સાથે હોટલના કિચનમાં સાફસફાઈ, સેનિટાઈઝરનો ઉપયોગ, દરેક કર્મચારીને માસ્ક હેન્ડ ગ્લોઝ એટલું જ નહીં તમામને ડિસ્પોઝેબલ શૂઝ પણ આપવામાં આવ્યાં છે. ગ્રાહકોની સેવામાં આરોગ્યની તકેદારી રાખવી જરૂરી હોઇ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનું ધ્યાન રખાય છે. એટલું જ નહીં, અહીં જે પણ શાકભાજી ઉપયોગમાં લેવાય છે એને પણ ગરમ પાણી અને સોડા નાખી સાફ કરવામાં આવે છે. જેથી સંક્રમણનો ખતરો ટળી જાય અને આ કાર્ય માત્ર એક દિવસ નહી દરરોજની કામગીરી છે.