ETV Bharat / state

વાપીમાં પર્યાવરણ દિવસ નિમિત્તે હર્બલ ગાર્ડન અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

વિશ્વ પર્યાવરણ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ધરતી અને પર્યાવરણને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે વાપીમાં પણ હર્બલ ગાર્ડન, તુલસી, અરડૂસીના રોપાનું વિતરણ અને રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Etv Bharat, Gujarati News, Vapi News
Vapi News
author img

By

Published : Jun 5, 2020, 1:44 PM IST

વાપી: શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હર્બલ ગાર્ડન, તુલસી, અરડૂસીનાં રોપાનું વિતરણ, રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાના કલેકટર અને ધારાસભ્ય સહિત વાપી ઉદ્યોગ જગતના ઉદ્યોગકારો ઉપસ્થિતિ રહ્યા હતાં.

વાપીમાં પર્યાવરણ દિવસ નિમિત્તે હર્બલ ગાર્ડન અને રક્તદાન કેમ્પનું આયોજન
5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, નોટીફાઈડ એરિયા ઓથોરિટી, vapi green enviro લિમિટેડ અને વાપી નગરપાલિકાના સહયોગથી "ટાઈમ ફોર નેચર" નામની થીમ પર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત હાલની સ્થિતિને ધ્યાને લઇ રક્તની અછત સર્જાઇ રહી છે. તે માટે વી.આઇ.એ ઓડિટોરિયમ ખાતે જિલ્લાના નવનિયુક્ત કલેકટર આર.આર રાવલ તેમજ પારડીના ધારાસભ્ય કનુ દેસાઈના હસ્તે બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરી હતી. ત્યારબાદ વી.આઇ.એ ઓફિસ નજીક ગાર્ડન બનાવવાની શરૂઆત તથા ગુંજન વિસ્તારમાં આરોગ્ય વન નામક વલસાડ જિલ્લાનું સૌપ્રથમ હર્બલ ગાર્ડન બનાવવાની શરૂઆત કરવામાં આવી છે જેની મુલાકાત પણ લીધી હતી.

આ ઉપરાંત તમામ મહાનુભાવોના હસ્તે રોફેલ કોલેજ આગળ વૃક્ષારોપણ કરી ગુંજન વિસ્તારમાં કોરોનાની લોકજાગૃતિ માટે નિશુલ્ક તુલસી અરડુસી જેવા આયુર્વેદિક છોડનું તેમજ ફેસ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વધુમાં વલસાડ જિલ્લાના કલેકટર આર.આર રાવલ તેમજ પારડીના ધારાસભ્ય કનુ દેસાઈના હસ્તે ગુંજન વિસ્તારના શાકભાજી વેચનારાઓ માટે પણ નિઃશુલ્ક ફેસ માસ્ક તથા હેન્ડ ગ્લોવ્ઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ સાયન્સ દ્વારા બાયોડાઈવર્સિટીની થીમ પર એક વેબીનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન હાલમાં કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને આ તમામ કાર્યક્રમો સરકારની ગાઇડલાઇનને અનુસરીને કરવામાં આવ્યા હતા. જેમાં દર વખતની જેમ આ વખતે ભવ્ય આયોજન કરવાનું ટાળ્યું હતું અને ઉદ્યોગકારોની પાંખી હાજરી વચ્ચે પર્યાવરણ દિવસની ઉજવણી થઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.