ETV Bharat / state

યુવકે એવું તે શું કર્યું કે દીપડો ઊભી પૂંછડીએ ભાગ્યો - Gujarat Forest Department

પારડી તાલુકાના ડુમલાવ ગામના એક ફળીયાના યુવક અને દિપડોનો અકસ્માત સામે આવ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બે દીપડા ફરી રહ્યા છે. જેને લઈને ગ્રામલોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. leopard Young accident in Dumlav, Gujarat Forest Department, leopard attacks in gujarat, leopard young accident in Valsad

યુવકે એવું તે શું કર્યું કે દીપડો ઊભી પૂંછડીએ ભાગ્યો

author img

By

Published : Aug 30, 2022, 9:50 AM IST

વલસાડ પારડી તાલુકાના ડુમલાવ ગામે પારસી ફળીયામાં છેલ્લા 7 દિવસથી બે દીપડા દેખાતા ગ્રામજનોમાં (leopard Young accident in Dumlav) ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે ગતરોજ પારસી ફળિયામાં રહેતો એક યુવક ડેરીમાં સાંજે દૂધ ભરવા બાઈક લઈને નીકળ્યો હતો. ત્યારે કદાવર દીપડો પુરપાટ ઝડપે જતી બાઈક સાથે ભટકાયો હતો. જેને પગલે યુવક પડી જતા તેને બન્ને હાથે ગંભીર (leopard attacks in gujarat) ઇજાઓ પહોંચી હતી.

બે દીપડા ગામમાં

શું હતી ઘટના પારસી ફળિયામાં રહેતો હાર્દિક પટેલ દરરોજની જેમ દૂધ ભરવા માટે પોતાની બાઈક લઈને પ્રાથમિક સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. સાંજે 6 વાગ્યાની આસપાસ તે સમયે ઝાડી માંથી નીકળી રસ્તો ક્રોસ કરી રહેલા દીપડો હાર્દિકની બાઈક સાથે ભટકાયો હતો. જેને લઈ બાઈક ઉપરથી પટકાયો હતો. જોકે અચાનક દીપડો તેની બાઈકમાં ભટકાતાં કઈ સમજાયું નહીં કે શું થયું, પરંતુ બાઈક ઉપરથી પટકાયા બાદ દીપડો ઉભો થઈને ભાગ્યો હતો. ત્યારે તેને જોતા યુવકના હોશ ઉડી ગયા હતા. સદ્નનસીબે દીપડાએ કોઈ વળતો હુમલો ન કર્યો અને ઝાડીમાં ભાગી છૂટ્યો હતો.

બે દીપડા ગામમાં મળતી માહિતી મુજબ છેલ્લા 7 દિવસથી ડુમલાવ પારસી ફળિયામાં બે કદાવર દીપડા ફરતા હતા. જેને લઈને સ્થાનિકો નિહાળ્યા બાદ ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. વળી ગતરોજ યુવકની બાઈક સાથે દીપડો ભટકાયો હોવાના સમાચાર વાયુ વેગે વહેતા થતા લોકો રાત્રી દરમિયાન ઘરથી નીકળવાનું ટાળી રહ્યા છે.

દીપડો પાંજરે પુરવા સ્થાનિકોની માંગ
દીપડો પાંજરે પુરવા સ્થાનિકોની માંગ

આ પણ વાંચો ભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ

જંગલ ખાતાને જાણકારી અપાઈ ગામના સરપંચ પ્રકાશ પટેલે જણાવ્યું કે, ગામના પારસી ફળિયામાં રહેતા સ્થાનિકોએ જાણકારી આપી હતી કે, ગામમાં બે દીપડા ફરી રહ્યા છે. જે અંગે પારડી જંગલ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળ ઉપર આવી નિરીક્ષણ કર્યા બાદ કેટલાક ક્ષેત્રમાં દીપડાને પકડવા પાંજરું ગોઠવવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી સફળતા ન મળતા સ્થાનિકોમાં આજે પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો જૂનાગઢના ભંડુરી નજીક સિમેન્ટ ફેક્ટરીમાંથી એક દીપડો પાંજરે પુરાયો

દીપડો પાંજરે પુરવા સ્થાનિકોની માંગ સ્થાનિકોની માંગ છે જંગલ વિભાગ દ્વારા ગામના ફરી રહેલા દીપડાને પકડીને પાંજરે પૂરવામાં આવે નહિ તો આગામી દિવસમાં કોઈ અનિચ્છનીય ઘટના બની શકે છે. હાલ તો યુવકની બાઈક સાથે દીપડો ભટકાતાં લોકો ભયના ઓથાર હેઠળ જીવન વ્યતીત કરી રહ્યા છે. Leopard in Dumlav village, leopard wandered young man in Pardi, Gujarat Forest Department, leopard young accident in Valsad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.