ETV Bharat / state

શું તમે સારૂ ક્રિકેટ રમો છો તો આ સમાચાર તમારા માટે, GCAએ શોધી રહ્યું છે 'ક્રિકેટ ટેલેન્ટ' - ક્રિકેટ ન્યૂઝ

વાપીના નારગોલમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા ગુજરાતના વિવિધ શહેરોના ગામડાઓમાંથી સારા ક્રિકેટરને શોધીને તક આપવાના ઉદ્દેશ્ય સાથે ટેલેન્ટ સર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

vapi
વાપી
author img

By

Published : Feb 2, 2020, 9:29 AM IST

વાપીઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામના ક્રિકેટ મેદાનમાં શનિવારે 11 થી 14 વર્ષના ક્રિકેટ ખેલાડીઓએ બેટિંગ, બોલિંગનું કૌવત બતાવ્યું હતું. આ આયોજન ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ગામડાઓમાંથી સારા ક્રિકેટ ખેલાડી શોધવાનો અને તેને વિશ્વફલક પર ક્રિકેટર તરીકેની તક આપી ગુજરાતનું નામ રોશન કરવાનો હતો.

ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા હાલમાં ગુજરાતના વિવિધ શહેરોના ગામડાઓમાંથી સારા ક્રિકેટરને શોધી તેને તક આપવાના ઉદ્દેશ્ય સાથે ટેલેન્ટ સર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉદ્દેશ્ય અંતર્ગત શનિવારે GCAના સિનિયર કોચ જયેશ સાયગલ, હીરાલાલ ટંડેલ સહિતની ટીમ નારગોલ ખાતે આવી હતી. નારગોલ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 150 જેટલા બાળકોની બોલિંગ, બેટિંગ અને વિકેટકીપિંગનું ઝીણવટથી નિરીક્ષણ કરી ક્રિકેટમાં કારકિર્દી બનાવી શકે તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

ક્રિકેટ ક્ષેત્રે ગામડામાં રહેલા ટેલેન્ટને શોધવા ગુજરાત ક્રિકેટ એસોસિએશનએ હાથ ધર્યું "ટેલેન્ટ સર્ચ"
આ અંગે GCAના સિનિયર કોચ અને ગુજરાત ક્રિકેટ એકેડમીના ઇન્ચાર્જ તરીકે રહેલા જયેશ સાયગલે જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશની ક્રિકેટ ટીમમાં નવા ખેલાડીઓને તક મળે તે માટે GCA દ્વારા ટેલેન્ટ સર્ચનું આયોજન કર્યું છે. જેમાં હાલ અન્ડર 14 અને અન્ડર 16ના ખેલાડીઓનું કૌવત નિહાળી તેમને તક આપવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ આયોજન કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા તેમની ટીમ દ્વારા પંચમહાલ અને આણંદમાં આ પ્રકારનું આયોજન કર્યુ હતું. હાલમાં વલસાડ જિલ્લામાં આ આયોજન નારગોલ ખાતે કર્યું છે.વલસાડમાંથી ગુજરાતને હાલ કેટલાક સારા ખેલાડીઓ મળ્યા છે. એ રીતે આ બાળકોમાંથી પણ સારા ખેલાડીઓ મળે તે માટે આ આયોજન કર્યું છે. જેમાં 150 જેટલા બાળકોએ ભાગ લીધો છે અને તેમનું પરફોર્મન્સ ખૂબ જ સારું જોવા મળ્યું છે. ઇન્ડિયન ટીમ અંગે જયેશ સાયગલે જણાવ્યું હતું કે, હાલમાં ઇન્ડિયન ટીમ સુપર ઓવરમાં પણ સુપર ઓવર થઈ રહી છે. ખુબ જ સારું પ્રદર્શન બતાવી રહી છે. જેમાં ગુજરાતના રવિન્દ્ર જાડેજા, જસમિત બુમરા, હાર્દિક પટેલ ગુજરાતનું નામ રોશન કરનારા ગુજરાતી ખેલાડીઓ છે. જેની રાજ્યના ગામડાઓમાં કે ઘરમાં છુપાયેલ ક્રિકેટરને નેશનલ ઇન્ટરનેશનલ ક્ષેત્રે તક આપી, ગુજરાતનું નામ રોશન કરવાની શોધ આ અભિયાનમાં છુપાયેલી છે.

Intro:Location :- નારગોલ

વાપી :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામના ક્રિકેટ મેદાનમાં શનિવારે 11 થી 14 વર્ષના ક્રિકેટ ખેલાડીઓએ બેટિંગ, બોલિંગ નું કૌવત બતાવ્યું હતું. આ આયોજન ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ગામડાઓમાંથી સારા ક્રિકેટ ખેલાડી શોધવાનો અને તેને વિશ્વફલક પર ક્રિકેટર તરીકેની તક આપી ગુજરાતનું નામ રોશન કરવાનો હતો.

Body:ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા હાલમાં ગુજરાતના વિવિધ શહેરોના ગામડાઓમાંથી સારા ક્રિકેટર ને શોધી તેને તક આપવાના ઉદ્દેશ્ય સાથે ટેલેન્ટ સર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉદ્દેશ્ય અંતર્ગત શનિવારે GCA ના સિનિયર કોચ જયેશ સાયગલ, હીરાલાલ ટંડેલ સહિત ની ટીમ નારગોલ ખાતે આવી હતી. નારગોલ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ ટીમે 150 જેટલા બાળકોની બોલિંગ, બેટિંગ અને વિકેટકીપિંગનું ઝીણવટથી નિરીક્ષણ કરી ક્રિકેટ માં કારકિર્દી બનાવી શકે તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

આ અંગે GCA ના સિનિયર કોચ અને ગુજરાત ક્રિકેટ એકેડમીના ઇન્ચાર્જ તરીકે રહેલા જયેશ સાયગલે જણાવ્યું હતું કે ગુજરાત અને દેશની ક્રિકેટ ટીમમાં નવા ખેલાડીઓને તક મળે તે માટે GCA દ્વારા ટેલેન્ટ સર્ચનું આયોજન કર્યું છે. જેમાં હાલ અન્ડર 14 અને અન્ડર 16ના ખેલાડીઓનું કૌવત નિહાળી તેમને તક આપવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ આયોજન કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા તેમની ટીમ દ્વારા પંચમહાલ અને આણંદ માં આ પ્રકારનું આયોજન કર્યુ હતું. હાલમાં વલસાડ જિલ્લામાં આ આયોજન નારગોલ ખાતે કર્યું છે.

વલસાડમાંથી ગુજરાતને હાલ કેટલાક સારા ખેલાડીઓ મળ્યા છે. એ રીતે આ બાળકોમાંથી પણ સારા ખેલાડીઓ મળે તે માટે આ આયોજન કર્યું છે. જેમાં 150 જેટલા બાળકોએ ભાગ લીધો છે. અને તેમનું પરફોર્મન્સ ખૂબ જ સારું જોવા મળ્યું છે. 

Conclusion:ઇન્ડિયન ટીમ અંગે જયેશ સાયગલે જણાવ્યું હતું કે હાલમાં ઇન્ડિયન ટીમ સુપર ઓવરમાં પણ સુપર ઓવર થઈ રહી છે. ખુબજ સારું પ્રદર્શન બતાવી રહી છે. જેમાં ગુજરાતના રવિન્દ્ર જાડેજા, જસમિત બુમરા, હાર્દિક પટેલ ગુજરાતનું નામ રોશન કરનારા ગુજરાતી ખેલાડીઓ છે. તેની જેમ જ રાજ્યના ગામડાઓમાં કે ઘરમાં છુપાયેલ ક્રિકેટરને નેશનલ ઇન્ટરનેશનલ ક્ષેત્રે તક આપી, ગુજરાતનું નામ રોશન કરવાની શોધ આ અભિયાનમાં છુપાયેલી છે.

જયેશ સાયગલ, સિનિયર કોચ, GCA

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.