ETV Bharat / state

ભાજપનો પ્રચાર જાદુ! ફિલ્મ સ્ટારોને પ્રચારના મેદાને ઉતાર્યા - Paresh Rawal attacked Rahul Gandhi

ફિલ્મ સ્ટાર પરેશ રાવલે ભાજપના ઉમેદવાર માટે વલસાડમાં (Paresh Rawal visit Valsad) સભા ગજવી હતી. પરેશ રાવલે રાહુલ ગાંધી અને કેજરીવાલ પર આકરા (Paresh Rawal sabha in Valsad) પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ પરેશ રાવલને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા. (Gujarat Assembly Election 2022)

ભાજપનો પ્રચાર જાદુ! ફિલ્મ સ્ટારોને પ્રચારના મેદાને ઉતાર્યા

author img

By

Published : Nov 29, 2022, 11:21 AM IST

વલસાડ : વલસાડ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત પટેલના સમર્થનમાં (Paresh Rawal visit Valsad) ચૂંટણી પ્રચારમાં આવેલા ફિલ્મ સ્ટાર પરેશ રાવલે સભા ગજવી હતી. પરેશ રાવલને નિહાળવા માટે ભીડ ઉમટી પડી હતી. પરેશ રાવલે રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા કે, રાહુલ ગાંધી રાજકારણમાં ન ચાલે. પરેશ રાવલને નિહાળવા માટે ભીડ ઉમટી પડી હતી. (Paresh Rawal sabha in Valsad)

પદયાત્રામાં ચાલે પણ રાજકારણમાં ન ચાલે : પરેશ રાવલ

પરેશ રાવલના પ્રહાર પરેશ રાવલ વલસાડ ખાતે આવેલ ગુંદલાવ કોચર ફળિયામાં પ્રચાર અર્થે આવ્યા હતા, જ્યાં તેમણે રાહુલ ગાંધી ઉપર કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ રેલીમાં ચાલે પણ રાજકારણમાં ન ચાલે, રાજકારણમાં રહેવા માટે હૈયામાં હામ હોવી જોઈએ. બાબાને રેલીમાં ચાલવા માટે 1500ના બુટ જોઈએ છે, વળી કેજરીવાલ પર નિશાન સાધીને કહ્યું કે, તેઓ એક વેપારીની જેમ એક પર એક ફ્રી ની ઓફર આપી રહ્યા છે. ગુજરાતની જનતા ખુદ વેપારી છે. પથ્થરમાંથી પાણી કાઢી લે છે, આવી રેવડી ગુજરાતમાં નહિ ચાલે. (Paresh Rawal attacked Rahul Gandhi)

ચૂંટણીના ગણતરીના દિવસો બાકી ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન તારીખ 1 ના રોજ થનાર છે, ત્યારે હવે ગણતરીના દિવસો રહ્યા છે. દરેક પાર્ટી દ્વારા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકો પ્રચારમાં ઉતારી દીધા છે, એમ પણ ફિલ્મ સ્ટાર ઉતરતા હોય ત્યારે તેમને નિહાળવા માટે ભીડ ઉમટી રહી છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.