ETV Bharat / state

લોકડાઉન: પ્રવાસી કામદારોની વ્યથા! વાપીમાં કામધંધો નથી એટલે વતન જઈએ છીએ - વલસાડ ન્યૂઝ

વાપીથી ઉત્તરપ્રદેશ, બિહાર રાજ્યના હજારો પ્રવાસી કામદારો પોતાના વતનની સ્પેશિયલ ટ્રેન પકડી વતન જઇ રહ્યા છે. શનિવારે પણ વાપીથી યુપી જવા ઈચ્છતા પ્રવાસી કામદારો માટે છીરી ગ્રામ પંચાયત દ્વારા ટ્રેન ટીકીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે 440 લોકો પોતાના નાના બાળકો સાથે રવાના થયા હતાં. પ્રવાસીઓએ પ્રશાસનનો આભાર માની પોતાની વ્યથા ઠાલવી હતી કે, વાપીમાં કામધંધો નથી એટલે વતન જઈએ છીએ, ગામમાં ખેતી છે કમ સે કમ પેટ તો ભરી શકીશું!

workers
પ્રવાસી કામદારો
author img

By

Published : May 17, 2020, 11:49 AM IST

વાપીઃ કોરોના મહામારીમાં સરકારે લોકડાઉન 4.0ની જાહેરાત કરી છે. તો, પ્રવાસી કામદારોની વતન વાપસીની તૈયારી પણ જોરમાં ચાલુ છે. આ સમયગાળા દરમિયાન વાપીમાં ઔદ્યોગિક વસાહતમાં કામ કરવા આવેલા કામદારોને ટ્રેન દ્વારા વતન મોકલવામાં આવી રહ્યાં છે. વાપી નજીક છીરી ગ્રામપંચાયત દ્વારા છીરી, ડુંગરી ફળીયા સહિતના વિસ્તારોમાં રહેતા 440 પ્રવાસી મજૂરોને ટ્રેનની ટીકીટ આપી યુપીના જોનપુર અને આસપાસના જિલ્લામાં જવા માટે રવાના કરવામાં આવ્યાં હતાં.

પ્રવાસી કામદારોની વ્યથા! વાપીમાં કામધંધો નથી એટલે વતન જઈએ છીએ
છીરી ગ્રામપંચાયત અને વહીવટીતંત્ર દ્વારા આ માટે ડુંગરા લખમદેવ તળાવ ખાતે વિશેષ વ્યવસ્થા કરી હતી. તમામ પરિવારો ઘરવખરીની અને પ્રવાસ દરમિયાન જરૂરી સામાન સાથે પહોંચ્યા હતાં. નાના બાળકો-વૃદ્ધો-યુવાનો મળી કુલ 440 લોકોને ટ્રેનની ટીકીટ આપી 11 બસમાં બેસાડી રેલવે સ્ટેશનને મોકલવામાં આવ્યા હતાં. જ્યાંથી તેઓ પોતાના વતન યુપી જવા રવાના થયા હતાં. આ સમયે અબ્દુલ્લા ખાન નામના વ્યક્તિએ પોતાની વ્યથા ઠાલવી હતી કે, લોકડાઉનમાં કામધંધો નથી. અત્યાર સુધી સ્થાનિક લોકોએ, વહીવટીતંત્રએ ખૂબ મદદ કરી છે. પરંતુ હવે વતન જવું મજબૂરી છે. અહીં કામધંધા વગર કેટલા દિવસ રહીએ? ગામમાં ખેતી છે. તો, કમ સે કમ પેટ તો ભરી જ શકીશું, અબ્દુલ્લા સાથે તેની પત્ની અને ત્રણ બાળકો છે. જે તમામ આ કપરા સમયે વતન જવા ટ્રેનમાં નીકળ્યા છે. એના જેવા અન્ય લોકો પણ વતન જઇ રહ્યા છે. તમામની એક જ આશા છે કે વતનમાં ખેતી કરી પેટ ભરીશુંઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાંથી અત્યાર સુધીમાં 11 ટ્રેન મારફતે 16,200 કામદારોને વતન બિહાર, યુપી, મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા છે. જે બાદ શનિવારે વધુ 1 ટ્રેનમાં 1600 જેટલા કામદારોને યુપી રવાના કર્યા હતાં. આ સમયે વિવિધ સંસ્થાઓ તરફથી ફૂડ પેકેટ્સ, પાણીની બોટલ આપવામાં આવી હતી. વહીવટી તંત્રની આ વ્યવસ્થાની કામદારોએ ખૂબ સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.