ETV Bharat / state

Gram Panchayat Election 2021: વલસાડ તાલુકાનું 7 વર્ષથી સમરસ બનતું ગામ એટલે ખજૂરડી - Khajurdi village of Valsad

વલસાડ તાલુકાનું 3000ની વસતી ધરાવતું પંચાયતો માટે પ્રેરણારૂપ ખજુરડી ગામ સતત સાતમી વખત સમરસ એક જૂથતા (group of Samras) સરપંચ માટે સર્વસંમતિથી ગામના નવયુવાનની પસંદગી કરવામાં આવી હતી.

Gram Panchayat Election 2021: વલસાડ તાલુકાનું 7 વર્ષથી સમરસ બનતું ગામ એટલે ખજૂરડી

author img

By

Published : Dec 9, 2021, 8:20 AM IST

  • સતત 7 વર્ષ થી સમરસ બનતું ગામ એટલે ખજૂરડી
  • સરકારે સમરસ પંચાયત 2000માં જાહેરાત કરી પણ ખજૂરડી 1992થી બને છે સમરસ
  • વિકાસના કર્યો નિર્વિવાદ પણે થાય તે માટે ગ્રામજનો દ્વારા નક્કી કરે છે સરપંચનો ઉમેદવાર

વલસાડ: વલસાડ વોર્ડના સભ્યોની યાદી ગુજરાત સરકારે વર્ષ 2000માં સમરસ ગ્રામ પંચાયતની યોજના (Scheme of Samaras Gram Panchayat) અમલમાં મૂકી છે. પરંતુ વલસાડ તાલુકાનું ખજુરડી ગામ છેક વર્ષ 1992થી સમરસ બનતું આવ્યુ છે.

Gram Panchayat Election 2021: વલસાડ તાલુકાનું 7 વર્ષથી સમરસ બનતું ગામ એટલે ખજૂરડી

સતત સાતમી વખત ગામ સમરસ બન્યું

આ વખતે સરપંચપદની બિનઅનામત બેઠક (Unreserved seat of Sarpanch) માટે ઉમેદવારી કરનાર ગામના એકમાત્ર નવયુવાન સેવાભાવી આગેવાન સ્નેહલ પટેલની આગેવાનીમાં ખજુરડી ગામ સતત સાતમી વખત સમરસ બન્યું છે. વર્ષોથી ઝઘડા, તકરાર, ગંદા રાજકારણથી પર રહેલા આ ગામના તમામ 8 વોર્ડોમાં, સ્થાનિક આગેવાનો, વડીલો, પૂર્વ સરપંચો સહિત ફળિયાવાસીઓએ એકસંપ થઇને ઉમેદવારની પસંદગી કરતા આ ઐતિહાસિક ઘટના બની હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

1992થી ગામમાં ચૂંટણી થઈ જ નથી

ગુજરાત સરકારે તો છેક 2000ની સાલમાં સમરસ ગામ માટેની યોજના(Scheme of Samaras Gram Panchayat) જાહેર કરી હતી . તેના 8 વર્ષ પહેલાથી જ એટલે કે આ વખતે વલસાડ જિલ્લામાં સમરસ ગ્રામ પંચાયતનો આંકડો 1992થી ખજુરડી ગામ સમરસ બનતું આવ્યુ છે. વલસાડના ખજુરડી ગામમાં 1992થી પંચાયતની ચૂંટણી થઇ જ નથી.

આ પણ વાંચો: વલસાડ : નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે

ચૂંટણીની તારીખ જાહેર થતા ગ્રામજનો દ્વારા ઉમેદવારની પસંદગી કરાઈ

3000ની વસતી ધરાવતી આ ગ્રા.પં.માં આ વખતે સરપંચપદની બેઠક બિનઅનામત (Unreserved seat of Sarpanch) સામાન્ય જાહેર થઇ છે. તેમજ ઉમેદવારની પસંદગીને લઇને ગામમાં ગત અઠવાડિયે મળેલી બેઠકમાં પૂર્વ સરપંચો, વડીલો, આગેવાનોએ સર્વસંમતિથી સરપંચના ઉમેદવાર તરીકે 33 વર્ષના તરવરિયા નવયુવાન સ્નેહલ દિલીપભાઇ પટેલની પસંદગી કરવામાં આવી છે. તેમજ સેવાકીય કામગીરીમાં અગ્રેસર રહેતા આવેલા સ્નેહલ પટેલની પત્ની દેવાંશીબેન હાલમાં વલસાડ તાલુકા પંચાયતના સભ્ય તરીકે કાર્યરત છે.

આ પણ વાંચો: આધુનિક ટેકનોલોજીનો કમાલ: Valsad Overbridgeનું 6 મહિનાનું કામ 20 દિવસમાં થશે પૂરું

નિર્વિવાદ પણે ગામમાં વિકાસ થાય તે માટે ગામ સમરસ બનાવવામાં આવ્યું

સરપંચના ઉમેદવાર તરીકે સ્નેહલ પટેલે પસંદગી થતાં તમામ 8 વોર્ડના સ્થાનિક આગેવાનો, વડીલોને તેમના વોર્ડમાંથી, ગામના વિકાસ માટે નિર્વિવાદપણે કામ કરવા માંગતા ઉમેદવાર પસંદ કરીને આપે તેવી અપીલ કરી હતી. લોકોએ પોતાના વોર્ડમાંથી લાયક ઉમેદવારો પસંદ કર્યા હતા. તમામ ઉમેદવારોએ તેમના ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.