- વાપી તાલુકાના છીરી ગામે ત્રિપાંખીઓ જંગ
- મહિલા અનામત સીટ પર શિક્ષિત મહિલાઓએ નોંધાવી દાવેદારી
- છીરી ગામ વાપી નજીકનું જિલ્લાનું મહત્વનું ગામ છે
વલસાડ: વલસાડ જિલ્લાના (Gram Panchayat Elections in Gujarat ) વાપી તાલુકાની 23 ગ્રામ (gram Panchayat Election in valsad) પંચાયતમાં 19મી ડિસેમ્બરે મતદાન (Gram Panchayat Election 2021)છે. ત્યારે વાપી નજીક વાપી GIDC ને અડીને આવેલા અને મીની ઇન્ડિયા ગણાતા છીરી ગ્રામ પંચાયતમાં (Chiri Gram Panchayat) આ વખતે રસાકસીની જંગ છે, અહીં સરપંચ પદ માટે 3 મહિલા ઉમેદવારો પોતાના 20 વોર્ડના સભ્યોની પેનલ સાથે ચૂંટણીની જંગ લડી રહી છે. છીરી ગ્રામ પંચાયતની ગત ટર્મમાં સાફિયાનિશા નુરુદ્દીન ચૌધરી સરપંચ હતાં. આ વખતે તેમની પુત્રવધુ ઇરમ શમસુદ્દીન ચૌધરી સિલાઈ મશીનના નિશાન સાથે ચૂંટણી લડી રહ્યા છે.
ગત ટર્મની જેમ આ ટર્મમાં પણ મતદારોનો સંપૂર્ણ સહકાર
આ વખતની ચૂંટણી અંગે તેમણે અને તેમના સસરા નુરુદ્દીન ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓએ ગત ટર્મમાં છીરી ગામમાં તમામ મહત્વના વિકાસના કામ કર્યા છે. ગામમાં ભાઈચારો જળવાય રહે તેવા પ્રયાસ સાથે આ વખતે પણ મહત્વના 15 જેટલા મુદ્દાઓ સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છીએ. ગામમાં લોકોને સારા રસ્તા, સફાઈ, શિક્ષણ, પાણીની સુવિધા પૂરી પાડવી એ અમારી નેમ છે જેમાં ગત ટર્મની જેમ આ ટર્મમાં પણ મતદારોનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. નુરુદ્દીન ચૌધરી પરિવાર તરફથી સરપંચની ચૂંટણી લડતાં ઇરમ શમસુદ્દીન ચૌધરી વ્યવસાયે ડોકટર છે.
જીત મેળવ્યા બાદ આ સુવિધા પૂરી પાડશે
આ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ગામમાં સારી સુવિધાજનક હોસ્પિટલ, સારી સ્કૂલની વ્યવસ્થા, ગામને CCTV તેમજ વાઇફાઇથી સજ્જ કરવું, દરેક ચોકમાં હાઇમાસ્ટ લાઈટના ટાવર ઉભા કરવા જેવી સુવિધા પૂરી પાડવાનું પણ નુરુદ્દીન ચૌધરીએ જણાવ્યું હતું.
ત્રણ ગણો ઘરવેરો ઘટાડશે
નુરુદ્દીન ચૌધરી પરિવારની સામે માજી સરપંચ ધનસુખ હળપતિએ હાથગાડીના નિશાન સાથે તેમના પત્ની રમીલાબેન હળપતિને સરપંચના ઉમેદવાર તરીકે 19 સભ્યોની પેનલ સાથે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ચૂંટણી પ્રચાર અંગે ધનસુખ હળપતિએ જણાવ્યું હતું કે, તેમની પાસે મજબૂત ટિમ છે. ગત ટર્મમાં સરપંચે ગામમાં ઘરવેરામાં ત્રણ ગણો વધારો કર્યો હતો. રસ્તાના, ગટરના અને પાણીની સુવિધા માટેના જોઈએ તેવા કોઈ જ વિકાસના કામ કર્યા નથી તે પુરા પાડવાનો નિર્ધાર છે. ગત ટર્મના સરપંચ દ્વારા ગામમાં દરેક સરકારી ગ્રાન્ટના પૈસાનો વેડફાટ કર્યો છે, એટલે અમે હરીફ ઉમેદવારને ઝીરો સમજીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છીએ અને મતદારોનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે.
ગત ટર્મના સરપંચે સંકલન વગરના કામમાં ગ્રાન્ટનો ઉપયોગ કર્યો
ધનસુખ પટેલે આક્ષેપો કર્યા હતા કે, ગત ટર્મમાં સરપંચની ટીમે પહેલા પાણીની લાઇન પાથરવાને બદલે રસ્તાઓ ખોદી બ્લોક નાખ્યા અને હવે ફરી બ્લોક ઉખેડી રસ્તાઓ ખોદી પાણીની લાઇન પાથરી આખા ગામના રસ્તાઓને ખાડા માર્ગ બનાવ્યા છે, અમે આધુનિક પદ્ધતિથી રોડ, ગટરના કામોનું નવીનીકરણ કરશું.
સરકારી ગ્રાન્ટનો વેડફાટ થયો છે
જ્યારે ત્રીજા સરપંચના ઉમેદવાર તરીકે પ્રિયાલતા સિંગ સંદીપ પટેલે માટલાંના નિશાન સાથે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પ્રિયાલતા સિંગ એમ'કોમ સુધીનો અભ્યાસ કરનાર શિક્ષિત મહિલા છે. તેની ઉમેદવારી અંગે તેમના પતિ સંદીપ પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની આ ચૂંટણીમાં તેઓ શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા મહત્વના મુદ્દાને લઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જો તેઓ આ ચૂંટણી જીતશે તો, મીની ઇન્ડિયા ગણાતા છીરીમાં સૌથી પહેલા ઘરવેરો ઓછો કરશે, ગામમાં કમ્યુનિટી હોલ બનાવશે, શિક્ષણની વ્યવસ્થા સુદદઢ કરશે, હાલમાં ગામમાં શુદ્ધ પીવાના પાણીની સમસ્યા છે, તેં હલ કરી ઘર ઘર RO પ્લાન્ટનું પાણી મળે તેવી વ્યવસ્થા કરશે, ગામના શિક્ષિત યુવાનો UPSC, GPSCમાં ગામનું નામ રોશન કરે તે માટે વિશેષ માર્ગદર્શન કેમ્પ, ખેલકુદ માટે સારા મેદાન, જિમ, સ્પોર્ટ્સ સંકુલ સહિતની સુવિધા પૂરી પાડવાની ખાતરી આપી હતી. તેમણે પણ ગત ટર્મના સરપંચે સંકલન વગર સરકારી ગ્રાન્ટનો વેડફાટ કર્યો હોવાના આક્ષેપો કર્યા હતો.
ટ્રક, ડમ્પર, ટ્રેકટર, JCB જેવા વાહનો હોઈ ગામના સફાઈના કોન્ટ્રાકટ પોતાના છે
ઉલ્લેખનીય છે કે છીરી ગ્રામ પંચાયત વલસાડ જિલ્લાની સૌથી વધુ રેવન્યુ આપતી પંચાયત છે. ગામની કુલ વસ્તી 1 લાખને પાર છે. અહીં મોટાભાગે પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. 20 વોર્ડ છે, પરંતુ ગામમાં મતદારો માત્ર 8,208 છે, જેમાં ગત ટર્મના નુરુદ્દીન ચૌધરી અહીંના જાણીતા વ્યવસાયિક છે, તેમની પાસે ટ્રક, ડમ્પર, ટ્રેકટર, JCB જેવા વાહનો છે. ગામમાં સફાઈના કોન્ટ્રાકટ તેમની પાસે છે, એટલે અન્ય ઉમેદવારો આક્ષેપ કરી રહ્યા છે કે, તેઓ મનફાવે તેવા કોટેશન મૂકી કામ મેળવે છે,
વિકાસની દ્રષ્ટિએ આજે પણ ગામમાં જોઈએ તેવો વિકાસ થયો નથી
વિકાસની દ્રષ્ટિએ આજે પણ ગામમાં જોઈએ તેવો વિકાસ થયો નથી, જ્યારે ગામના અન્ય લોકો નુરીદ્દીન ચૌધરી પરિવારના સરપંચ કાળને પંચાયતમાં સારા વિકાસનો સમયગાળો ગણે છે. ત્યારે આ વખતની પંચાયતની ચૂંટણીમાં જામેલા ત્રિપાંખીયા જંગમાં મતદારો કોના પર કળશ ઢોળશે તે તો 19મી ડિસેમ્બરના મતદાન બાદ જ જાણવા મળશે.
આ પણ વાંચો: