ETV Bharat / state

ઉમરગામમાં આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે રાશન કીટનું વિતરણ

ઉમરગામ તાલુકામાં બે હજાર જેટલા જરૂરિયાતમંદ પરિવારોને વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યપ્રધાન રમણલાલ પાટકરના હસ્‍તે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

three
three
author img

By

Published : Apr 17, 2020, 10:39 PM IST

ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બે હજાર જેટલા જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ દાતાઓના સહયોગથી મળેલી રાશન કીટનું વિતરણ વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યપ્રધાન રમણલાલ પાટકરના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવાના હેતુસર સમગ્ર દેશમાં કરાયેલા લોકડાઉનના પગલે રોજનું કમાઇને ખાનારા પરિવારોની ભૂખ સંતોષવા અનેક સંસ્‍થાઓ કાર્ય કરી રહી છે. રાજ્‍ય સરકારે પણ કાર્ડધારકોને વિનામૂલ્‍યે અનાજનું વિતરણ કર્યું છે.

ઉમરગામ તાલુકાના જરૂરિયાતમંદ પરિવારોની વહારે આવી સરીગામની મેકલોઇડ ફાર્માસ્‍યુટીકલ, રાષ્‍ટ્રીય મેટલ, દશમેશ રબર અને અપાર ઇન્‍ડસ્‍ટ્રીઝ જેવા વિવિધ ઔદ્યોગિક એકમોએ રાશનકીટનું દાન કર્યું હતું.

આ રાશન કીટ વિતરણ વખતે અગ્રણી મુકેશભાઇ પટેલ, રામદાસભાઇ વરઠા, પ્રકાશભાઇ પટેલ તેમજ સંબંધિત ગામોના સરપંચ હાજર રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.