આ અંગે મળતી માહિતી મુજબ આ કામના ફરિયાદી ભંગારનો ધંધો કરતા હોય, તેઓએ અન્ય ભંગારવાળા પાસેથી 40 નંગ કેબલ ડ્રમની ખરીદી કરી હતી. જે બાબતે સંજાણ આઉટ પોસ્ટમાં નોકરી કરતા જમાદાર સંતોષ સાવન સોલંકીએ ફરીયાદીને જણાવેલ કે, આ કેબલ ડ્રમ ચોરીનો માલ છે અને પોલીસ કેસ ન કરવા માટે રૂપિા 15000ની માંગણી કરી હતી.
જે લાંચમાં માંગેલા નાણા ફરીયાદી આપવા માંગતા ન હતાં. તેઓએ ACBમાં ફરીયાદ કરતા, જે ફરીયાદીની ફરીયાદ આધારે વલસાડ ACBએ લાંચનું છટકુ ગોઠવતા હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ બાલકુષ્ણ તાંદલેના કહેવાથી GRD સંતોષ સાવન સોલંકીએ ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી. જે દરમિયાન ટ્રેપિંગ અધિકારી પી.ડી.બારોટ, PI વલસાડ અને ડાંગ ACB અને તેમની ટીમ દ્વારા ઝડપી પાડ્યા હતાં.
હાલ બંને લાંચિયા કર્મચારીઓને સુપરવિઝન અધિકારી એન.પી.ગોહીલ, મદદનીશ નિયામક દ્વારા વધુ તપાસ માટે વલસાડ ACB કચેરીએ લઇ આવવામાં આવ્યા છે. જ્યાં તેમની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.