ETV Bharat / state

મંદીના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવ આસમાને, લગ્નસરાની સીઝનમાં ઘરાકી ઘટી - Gold prices

લગ્નસરાની સિઝન વખતે સોના-ચાંદી ખરીદવાનો ક્રેઝ દરેક પરિવારમાં જોવા મળતો હોય છે. પરંતુ હાલ સોના-ચાંદીમાં આગ ઝરતી તેજીને કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાપી અને તેની આસપાસના શહેરોમાં પાછલા 10 વર્ષ પછી બુલિયન બઝારમાં મંદીનો મહામાર વર્તાઈ રહ્યો છે.

વાપી
વાપી
author img

By

Published : Jan 23, 2020, 7:14 AM IST

વાપી: ભારતીય મહિલાઓમાં સોનાનું આકર્ષણ આદિકાળથી છે. દરેક તહેવારોમાં લોકો નાની-મોટી સોના-ચાંદીની ચીજવસ્તુઓ કે આભૂષણો ખરીદી શુકન સાચવતા હોય છે. એમાંય લગ્ન સીઝન વખતે સોના-ચાંદીની દુકાનોમાં તેજીનો તણખો ઝરે છે. જો કે, હાલમાં સોના-ચાંદીમાં તોલાનો ભાવ 40 હજાર આસપાસ રહેતા બુલિયન બઝારમાં મંદીનો પવન ફૂંકાયો છે અને ઘરાકી 25 ટકા પર આવી ગઈ છે. આ અંગે જવેલર્સનું કહેવું છે કે, આ વખતે એક્સપોર્ટ ડ્યુટીના કારણે અને ઈરાન-અમેરિકાના યુદ્ધ જેવા માહેલ વચ્ચે ભારતીય બઝારમાં સોનાનો ભાવ વધતા લગ્નગાળાની સીઝન હોવા છતાં ગ્રાહકો સોનું ખરીદતા અચકાઈ રહ્યાં છે.

સોના-ચાંદીના ભાવ આસમાને રહેતા લગ્નસરાની સીઝનમાં ઘરાકી ઘટી

બુલિયન બઝારમાં વર્તાઈ રહેલી મંદી અંગે વાપીના ભવાની જવેલર્સના રમેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, એક્સપોર્ટ ડ્યુટીના કારણે ભાવ વધઘટ થઇ રહ્યા છે અને 40 હજાર સુધી પહોંચી ગયા છે. લગ્નસરાની સીઝન હોવા છતાં ઘરાકી ઘટી છે. લોકો હવે સોનાના ઘરેણાને બદલે ઇમિટેશન જ્વેલરી વધુ પસંદ કરે છે. દસ વર્ષમાં સોના-ચાંદીના ભાવમાં ઘણો જ ફરક પડ્યો છે. સોનાની ખરીદીમાં લોકો જે 2 તોલા સોનું ખરીદતા હતાં. હવે બે ગ્રામ પર આવી ગયા છે. ચાંદીમાં માત્ર સાંકળા, વીંટી કે સિક્કા જેવા દાગીના ખરીદે છે. ગત વર્ષે માર્કેટમાં એક તોલું સોનાનો ભાવ 25 હજાર હતો. જે આ વર્ષે 40 હજાર પર પહોંચી ગયો છે. લોકો હવે 24 કે 22 કેરેટને બદલે 18 કેરેટના દાગીના વધુ પસંદ કરી રહ્યા છે.

વાપી જ્વેલર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ પિયુષ જૈને જણાવ્યું હતું કે, છેલ્લા 32 વર્ષથી સોના ચાંદીની દુકાન ધરાવું છું. હાલમાં દુકાનની પ્રતિષ્ઠાને ધ્યાને રાખી ઘરાકી સારી છે, પણ ભાવ વધારાને કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી છે. જો ભાવ 32,000 કે 35 હજાર સુધી હોય તો લગ્ન સીઝન ને ધ્યાને રાખી ઘરાકી વધી શકત. ભાવ વધારાને કારણે લોકો સોનાના ભાવ ઘટવાની રાહ જોવે છે. લગ્નની સીઝન છે એટલે જરૂર પૂરતું સોનું જ લોકો ખરીદી રહ્યા છે. જ્યારે મંદીની વાત કરીએ તો બજારમાં સોના ચાંદી જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં મંદી નડી રહી છે, પરંતુ જે વેપારીઓ ગ્રાહકોને સાચવી રહ્યા છે તેઓને મંદીની અસર ઓછી જણાય છે.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી માસના 15 દિવસમાં જ સોનામાં 6000 રૂપિયા જેટલો ભાવ વધ્યો છે. જે જોતા લોકો પણ 18 કેરેટની આસપાસના સોનાના દાગીના વધુ પસંદ કરે છે. સોનુ-ચાંદી મોટાભાગના લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદે છે અને લોકોમાં એ રીતે તેનો ક્રેઝ શેર બજારથી પણ વધુ છે, તે જોતા ભાવ વધારો હાલમાં ભલે વધ્યો હોય, પરંતુ જો ભાવ 35 કે 36 હજાર આસપાસ રહેશે તો ફરી સોનામાં સારી ઘરાકી નીકળશે તેવી આશા સોનીઓ રાખી રહ્યાં છે.

Intro:location :- વાપી

વાપી :- લગ્નસરાની સિઝન વખતે સોના-ચાંદી ખરીદવાનો ક્રેઝ દરેક પરિવારમાં જોવા મળતો હોય છે. પરંતુ હાલ સોના-ચાંદીમાં આગ ઝરતી તેજીને કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાપી અને તેની આસપાસના શહેરોમાં પાછલા 10 વર્ષ પછી બુલિયન બઝારમાં મંદીનો મહામાર વર્તાઈ રહ્યો છે. જવેલર્સનું કહેવું છે કે, આ વખતે એક્સપોર્ટ ડ્યુટીના કારણે અને ઈરાન-અમેરિકાના યુદ્ધને કારણે ભારતીય બઝારમાં સોનાનો ભાવ વધતા લગ્નગાળાની સિઝન હોવા છતાં ગ્રાહકો સોનુ ખરીદતા અચકાય રહ્યા છે.

Body:ભારતીય મહિલાઓમાં સોનાનું આકર્ષણ આદિકાળથી છે. દરેક તહેવારોમાં લોકો નાની-મોટી સોના-ચાંદીની ચીજવસ્તુઓ કે આભૂષણો ખરીદી શુકન સાચવતા હોય છે. એમાંય લગ્ન સિઝન વખતે સોના-ચાંદીની દુકાનોમાં તેજીનો તણખો ઝરે છે. જો કે હાલમાં સોના-ચાંદીમાં તોલાનો ભાવ 40 હજાર આસપાસ રહેતા બુલિયન બઝારમાં મંદીનો પવન ફૂંકાયો છે. અને ઘરાકી 25 ટકા પર આવી ગઈ છે.

બુલિયન બઝારમાં વર્તાઈ રહેલી મંદી અંગે વાપીના ભવાની જવેલર્સના રમેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે એક્સપોર્ટ ડ્યુટીના કારણે ભાવ વધઘટ થઇ રહ્યા છે અને 40 હજાર સુધી પહોંચી ગયા છે. લગ્નસરાની સિઝન હોવા છતાં ઘરાકી ઘટી છે. લોકો હવે સોનાના ઘરેણા ને બદલે ઇમિટેશન જ્વેલરી વધુ પસંદ કરે છે. દસ વર્ષમાં સોના-ચાંદીના ભાવમાં ઘણો જ ફરક પડ્યો છે. સોનાની ખરીદીમાં લોકો જે 2 તોલા સોનું ખરીદતા હતા તે હવે બે ગ્રામ પર આવી ગયા છે. ચાંદીમાં માત્ર સાંકળા, વીંટી કે સિક્કા જેવા દાગીના ખરીદે છે. ગત વર્ષે માર્કેટમાં એક તોલું સોનાનો ભાવ 25 હજાર હતો આ વર્ષે 40 હજાર પર પહોંચી ગયો છે. લોકો હવે 24 કે 22 કેરેટ ને બદલે 18 કેરેટના દાગીના વધુ પસંદ કરી રહ્યા છે.

તો એ જ રીતે વાપી જ્વેલર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ પિયુષ જૈને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 32 વર્ષથી સોના ચાંદીની દુકાન ધરાવે છે. હાલમાં દુકાનની પ્રતિષ્ઠાને ધ્યાને રાખી ઘરાકી સારી છે. પણ ભાવ વધારાને કારણે લોકોની ખરીદશક્તિ ઘટી છે. જો ભાવ 32000 કે 35 હજાર સુધી હોય તો લગ્ન સિઝન ને ધ્યાને રાખી ઘરાકી વધી શકે છે. ભાવ વધારાને કારણે લોકો સોનાના ભાવ ઘટવાની રાહ જોવે છે. લગ્નની સિઝન છે એટલે જરૂર પૂરતું સોનું જ લોકો ખરીદી રહ્યા છે. જ્યારે મંદીની વાત કરીએ તો બજારમાં સોના ચાંદી જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં મંદી નડી રહી છે. પરંતુ જે વેપારીઓ ગ્રાહકોને સાચવી રહ્યા છે તેઓને મંદીની અસર ઓછી જણાય છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી માસના 15 દિવસમાં જ સોનામાં 6000 રૂપિયા જેટલો ભાવ વધ્યો છે. જે જોતા લોકો પણ 18 કેરેટની આસપાસના સોનાના દાગીના વધુ પસંદ કરે છે. સોનુ-ચાંદી મોટાભાગના લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદે છે. અને લોકોમાં એ રીતે તેનો ક્રેઝ શેર બજારથી પણ વધુ છે તે જોતા ભાવ વધારો હાલમાં ભલે વધ્યો હોય પરંતુ જો ભાવ 35 કે 36 હજાર આસપાસ રહેશે તો ફરી સોનામાં સારી ઘરાકી નીકળશે તેવી આશા સોનીઓ રાખી રહ્યાં છે.

bite :- 1, રમેશ કોઠારી, ભવાની જવેલર્સ, વાપી
bite :- 2, પિયુષ જૈન, વાઇસ પ્રેસિડેન્ટ, જવેલર્સ એસોસિએશન વાપી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.