350 વર્ષ જૂના એવા પેશવાઇ સમયના કિલ્લાની નીચે અને હાલના 99 એકરના તળાવની સામે વૈજનાથ મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. અહીંના એક મહિલાને સ્વપ્નમાં આવ્યા બાદ તે સ્થળની તપાસ કરતાં સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. જો કે, વર્ષ 1998માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
કિલ્લા પારડી તરીકે ઓળખાતા સ્વયંભૂ વૈજનાથ મહાદેવ દરેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે. અહીં સેંકડોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. એક લોકવાયિકા મુજબ કિલ્લા ઉપર પેશવાઈ સમય માં અહીં થી સુરત જતી વખતે શિવાજી અહીં રોકાયા હતા અને વૈજનાથ મહાદેવ ની પૂજા કરી હતી.
આ મંદિરનું સંચાલન પારડી મહાજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. અહીં ખાસ કરીને શ્રાવણ માસમાં અનેક ધર્મકાર્યો થાય છે. ભક્તો કલ્યાણકારી શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.