ETV Bharat / state

વલસાડની નદીઓ થઇ ગાંડીતૂર, જાણો ડેમ પર કયું સિગ્નલ લાગું કરાયું - દમણગંગા નદીમાં પાણીની આવક

વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અનરાધાર વરસાદ(Heavy rains in Valsad) વરસી રહ્યો છે. જેમાં સોમવારે મધુબન ડેમમાં 1.52લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક(Water inflow in Madhuban Dam) થઈ છે. ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. 1.50 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં(Water inflow into Damanganga river) છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે.

વલસાડની નદીઓ થઇ ગાંડીતૂર
વલસાડની નદીઓ થઇ ગાંડીતૂર
author img

By

Published : Jul 11, 2022, 4:23 PM IST

વલસાડ : વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સોમવારે ભારે વરસાદ વરસી(Heavy rains in Valsad) રહ્યો છે. વાપી સહિત તમામ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. મધુબન ડેમના તમામ દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યા(gates of dam were opened due to heavy rains in Valsad) છે. દમણગંગા નદીમાં 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નદિમાં નવાનિરની આવક થતા નદિ બન્ને કાંઠે વહેવા લાગી હતી.

વલસાડની નદીઓ થઇ ગાંડીતૂર

આ પણ વાંચો - વરસાદના કારણે ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો દેખાયા, PMએ રાજ્યની સ્થિતિનો મેળવ્યો તાગ

ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યા - જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીમાં પુર આવતા આજૂબાજૂના વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાપી નજીકથી પસાર થતી દમણગંગા પણ હાલ ઓવરફ્લો થઈ છે.

વહીવટીતંત્ર રાખી રહ્યું છે સાવચેતી - ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં 1.52 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જો વરસાદ શરૂ રહેશે તો 2 લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્રની તૈયારી છે. જેથી કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર મધુબન ડેમ અને દમણગંગા, ઔરંગા, માન, તાન, કોલક નદીના પ્રવાહ પર નજર રાખી રહ્યું છે. સાથે જ નદી કિનારાના દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે.

આ પણ વાંચો - અમદાવાદમાં બારે મેઘ ખાંગા: ગોમતીપુર પોલીસ સ્ટેશનથી ફાયર બ્રિગેડ સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ

લોકોને કરાયા સાવચેત - દમણગંગા નદીમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાયું હોવાથી, દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલ રિવર ફ્રન્ટ પર લોકોની અવરજવર બંધ કરાઇ છે. જે રીતે વાપીમાં દમણગંગા વિયર ખાતે પણ લોકોને જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ધસમસતા પાણીનો પ્રવાહ વાહનચાલકોની જાનહાની ન સર્જે તે માટે સેલવાસ નરોલી બ્રિજ પણ બંધ કરાયો છે.

જિલ્લામાં સવારના 6 થી 2 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ - વલસાડ જિલ્લામાં સવારના 6 થી 2 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો ઉમરગામ તાલુકામાં 53mm, કપરાડા તાલુકામાં 180mm, ધરમપુર તાલુકામાં 100mm, પારડી તાલુકામાં 39mm, વલસાડ તાલુકામાં 96mm અને વાપી તાલુકામાં 106mm વરસાદ વરસ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.