કપરાડા:ડી વાય એસ પી વાપીના જણાવ્યા મુજબ કપરાડા તાલુકાના છેવાડે આવેલા એક ગામમાં ભોગ બનનાર મહિલાને તેના કુટુંબી જનો સાથે જમીન બાબતે અવાર નવાર ઝગડો ચાલતો હતો.
ગઇકાલે સામે વાળા લોકો ઝગડો કરવાના હેતુથી જોર જોરથી બુમો પાડી મારમારી કરવામાં ઇરાદે ભોગ બનનાર મહિલાના ઘર સુધી આવી જતા ઘરના અન્ય સભ્યો ભાગ્યા હતા. જ્યારે ભોગ બનનારી મહિલા ભાગી નહિ શકતા તેને જંગલમાં લઈ જઈ વારાફરતી 6 શખ્સોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
જે બાબતે ભોગ બનેલી મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ કરતા પોલીસે હાલ તો જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેર નામાનો ભંગ 376 ડી, 323,504,506,(૨),114,તથા જી પી એકટ મુજબ કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ પોલીસે શરૂ કરી છે.