વલસાડ LCB ટીમને ટોળકીના કુખ્ય સૂત્રધાર કનુ મોગજી સહિત 4 ગુનેગારને કા૨ તથા ઘાતક હથિયારો સાથે પકડી પાડવા મોટી સફળતા મળી છે. આ ઓપરેશન દરમિયાન 1 ધાડપાડુ અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો. વલસાડ જિલ્લામાં પારડી , વાપી , સુરત અને રાજસ્થાન રાજ્યમાં ધાડ , લૂંટ , ચોરી , વાહનચોરીના ગુના આચરવા માટે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુરાલગઢ તાલુકાના ગાઠી ગામનો કનુ મોગજી પરમાર પોતાની ગેંગ સાથે ત્રાટકતો હતો.
મળતી માહિતી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના સુરત , ઉધના જેવા શહેરો સાથે વલસાડના પારડી વાપીમાં રાજસ્થાનની આ ગેંગના મુખ્ય સૂત્રધાર કનુ મોગજી પરમાર તેના સાગરિતો સાથે જે-તે વિસ્તારની ખુલ્લી જગ્યા અને નદી જેવા પંથકમાં ખુલ્લા મેદાનમાં મળી ગુનાને અંજામ આપતો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપી કનુ મોગજી સામે સુરત, પૂણા,વાપી ટાઉન, બે ગુના પારડી પોલીસ મથક માં 7 ગુના નોંધાયેલા છે.